બહારના રાજ્યમાંથી ટમેટાની આવક ઘટી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં કેટલાક દિવસથી શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ફળના ભાવમાં પણ વધારો થયો છે. અત્યાર સુધી 30-40 રૂપિયે કિલો વેચાતાં ટામેટાના કિલોનો ભાવ 200 સુધી પહોંચ્યો છે.
- Advertisement -
કર્ણાટક સહિત અન્ય રાજ્યમાંથી આવતા ટામેટાની આવક ઘટી છે. હાલ અમદાવાદમાં માત્ર 60-70 મેટ્રિક ટન ટામેટાની આવક છે. સ્થિતી એવી થઇ છે કે, લોકોએ ટામેટાનો વપરાશ જ ઘટાડ્યો છે.
આદુના કિલોના ભાવ 350 રૂપિયા થયા છે. જયારે ફણસી,ચોળી 180 રૂપિયાની એક કિલોના ભાવે વેચાઇ રહી છે. કારેલા, ભીંડાનો પણ એક કિલોનો 120 રૂપિયાનો ભાવ બોલાયો છે. મેથી અને ગવાર,લીલા મરચાં 160 રૂપિયા જયારે વાલોળ 140 રૂપિયા સુધી ભાવ પહોચ્યો છે. કોથમીરે પણ સેન્ચુરી વટાવી છે. મોટાભાગે કોઇ પણ શાકભાજી લો એક કિલોનો ભાવ 100 રૂપિયાને પાર કરી ચૂક્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી ફળોના ભાવોમાં પણ ભડકો થયો છે. બજારમાં સફરજન 320 રૂપિયા, દાડમ 300 રૂપિયા, તડબૂચ 40 રૂપિયા, ચીકુ 150 રૂપિયા, પાઈનેપલ 65 રૂપિયા, રોયલ ગાલા સફરજન 290 રૂપિયા, લીચી 280 રૂપિયા કિલો, કેળા 75 રૂપિયા ડઝન, ગોલ્ડન કીવી ત્રણ પીસ 180 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. આમ ફળોના ભાવો વધી જતા લોકોએ કિલોની જગ્યાએ અઢીસો ગામ કે પછી નંગ નંગ મુજબ ખરીદવાનું ચાલુ કર્યું છે.
- Advertisement -
શાકભાજી કિલોના ભાવ
આદુ 350 રૂપિયા
ટામેટાં 200 રૂપિયા
કોથમીર 100 રૂપિયા
ફ્લાવર 160 રૂપિયા
ફણસી 180 રૂપિયા
મેથી 160 રૂપિયા
ભીંડા 120 રૂપિયા
લીંબુ 80 રૂપિયા
રવેયા 120 રૂપિયા
ગવાર 160 રૂપિયા
વાલોળ 160 રૂપિયા
ચોળી 180 રૂપિયા
લીલા મરચાં 160 રૂપિયા
કારેલા 120 રૂપિયા
ફળ કિલોના ભાવ
સફરજન 320 રૂપિયા
દાડમ 300 રૂપિયા
તડબુચ 40 રૂપિયા
રોયલ ગાલા સફરજન 290 રૂપિયા
ગોલ્ડન કીવી ત્રણ નંગ 180 રૂપિયા
મોસંબી 10 કિલો 499 રૂપિયા
ગ્રીન સફરજન 200 રૂપિયા
ગ્રીન દ્રાક્ષ 210 રૂપિયા
નાળિયેર 55 રૂપિયા
સારબરી છ નંગ 110 રૂપિયા
બબુપોચા 190 રૂપિયા
કચ્છના ખજુર 110 રૂપિયા
ન્યુઝિલેન્ડ સફરજન 300 રૂપિયા