‘દુબઈના રેઈન્બો શેખ’ તરીકે ઓળખાતા હમદ બિન હમદાન અલ નાહયાનની Hummer કારનો વિડીયો વાયરલ થયો, શેખની Hummer H1 રેગ્યુલર મોડલ કરતા ત્રણ ગણી મોટી છે
દુબઈના અબજોપતિ શેખનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ખાસિયત શેખ હમાદની હમર કાર છે. ખાસ વાત એ છે કે શેખની આ હમર રેગ્યુલર મોડલ કરતા ઘણી મોટી છે. આ શેખનું આખું નામ શેખ હમદ બિન હમદાન અલ નાહયાન છે અને તે ‘દુબઈના રેઈન્બો શેખ’ તરીકે પણ ઓળખાય છે. હમાદને ઓટોમોબાઈલનો શોખ છે. હાલ આ વિશાળ હમર H1 ‘X3’ નો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ‘દુબઈના રેઈન્બો શેખને તેમના મનપસંદ વાહનોના સ્કેલ અપ વર્ઝન બનાવવાનો અસાધારણ શોખ છે.
- Advertisement -
સામાન્ય હમર કરતા ત્રણ ગણી મોટી “X3”
દુબઈના અબજોપતિ શેખ હમાદ બિન હમદાન અલ નાહયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શાહી પરિવારના સભ્ય છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલ એમની હમર H1 ‘X3’ એટલી મોટી છે કે તેની સામે અન્ય કાર અને માણસો વામન દેખાય છે. તેને હમર H1 “X3” નામ આપવામાં આવ્યું છે, જે સામાન્ય હમર કરતા ત્રણ ગણી મોટી છે. જણાવી દઈએ કે આ હમરની લંબાઈ 14 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5.8 મીટર છે. તેને સામાન્ય કારની જેમ ચલાવી શકાય છે. તેમાં ડીઝલ એન્જિન છે અને 4 વ્હીલ ડ્રાઇવ ફીચર પણ આપવામાં આવ્યું છે.
Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable
[read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx
- Advertisement -
— Massimo (@Rainmaker1973) July 27, 2023
કારને અંદરથી હોટલ જેવી બનાવવામાં આવી
આ સાથે જ રસપ્રદ વાત એ છે કે આ કારને અંદરથી હોટલ જેવી બનાવવામાં આવી છે અને તેની અંદર ટોયલેટ અને સિંકની પણ સુવિધા છે. તેમાં બેડરૂમ પણ મળશે. જણાવી દઈએ કે તેમની પાસે લગભગ $20 બિલિયનની નેટવર્થ છે અને તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં ચાર કાર મ્યુઝિયમના માલિક છે. તેના કાર કલેક્શનમાં ‘X3’ કરતાં પણ વધુ સારા અને મોટા વાહનો છે. આ હમરની સાથે તેની પાસે એક વિશાળ જીપ, એક પાવર વેગન અને અન્ય રહસ્યમય વાહનો પણ છે જેના કારણે તેઓ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.
શેખ પાસે 3000 વધુ વાહનો છે
રેઈન્બો શેખના કારના શોખની વાત કરીએ તો તેમની પાસે 3,000થી વધુ વાહનો છે. તેણે અનેક વાહનો પર રેઈન્બોના રંગો દોર્યા છે. તેથી જ તેમને આ નામ આપવામાં આવ્યું છે. વાહનોમાં શેખનો રસ માત્ર હમર કે જીપ પૂરતો સીમિત નથી. તેમની પાસે 4×4 ક્ષમતાવાળા 718 વાહનો છે. આવી કારના સૌથી મોટા કલેક્શન માટે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.