દુબઈમાં રહીને ડ્રાઈવરની નોકરી કરતા તેલંગાણાના યુવાન અજય ઓગુલાએ 33 કરોડ રુપિયાની લોટરી જીતીને રેકોર્ડ બનાવ્યો છે.
કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પરફાડ આપે છે અને રાતોરાત કરોડપતિ બનાવી મૂકે છે. આવું જ કંઈક દુબઈમાં રહેતા તેલંગાણાના એક નાનકડા ગામના વ્યક્તિ સાથે થયું. પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ વ્યક્તિ પોતાનું ઘર છોડીને દુબઈ જતો રહ્યો હતો અને ત્યાં ડ્રાઈવિંગ કરતો હતો, પરંતુ લોટરીની ટિકિટે તેને રાતોરાત બનાવી દીધો છે. જે વ્યક્તિને બે વખત પેટ ભરવા માટે મહેનત કરવી પડી, હવે લોટરી નીકળતા જ તે ધનવાન બની ગયો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકોને પણ નવાઈ લાગી છે.
- Advertisement -
તેલંગાણાના શખ્સને લાગી 33 કરોડની લોટરી
આ નસીબદાર વ્યક્તિ તેલંગાણાનો છે, જેનું નામ અજય ઓગુલા છે અને દુબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે લોટરીની ટિકિટ ખરીદી અને લોટરી જીતી. અમીરાતના ડ્રોમાં અજય ઓગુલાએ 33 કરોડ રુપિયા જીત્યા હતા. જ્યારે નામ જાહેર કરાયું ત્યારે તે માની પણ શકતો નહોતો કે તેને આટલી મોટી રકમની લોટરી લાગી છે.
જ્વેલરી ફર્મમાં કરી રહ્યો છે ડ્રાઈવરની નોકરી
ઓગુલા તેલંગાણાના એક ગામનો છે અને તે ચાર વર્ષ પહેલાં યુનાઇટેડ આરબ અમીરાતમાં રોજગારી મેળવવા આવ્યો હતો અને ત્યારથી ડ્રાઈવરની નોકરીએ લાગ્યો હતો. હાલમાં એક જ્વેલરી ફર્મમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે અને દર મહિને 72 હજારનો પગાર મેળવે છે.
33 કરોડનું શું કરશે?
લોટરી જીત્યા બાદ અજય ઓગુલાએ કહ્યું હતું કે, તે જીતેલા નાણાંથી પોતાનું ચેરિટી ટ્રસ્ટ બનાવશે, કારણ કે તેનાથી ઘણા લોકોને તેમના વતન અને આસપાસના ગામોમાં પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.
- Advertisement -
ચાર વર્ષથી દુબઈમાં પહેલી વાર ખરીદી લોટરીની ટિકિટ
અજયે કહ્યું કે મને દુબઇ આવ્યાને 4 વર્ષ થઇ ગયા છે. એક અમીરાત લકી ડ્રો કંપની છે, જ્યાં મેં બે ટિકિટ ખરીદી હતી, જેને અમારે લકી ડ્રો નંબર સાથે મેચ કરવાની હતી અને છ નંબર મારી ટિકિટ સાથે મેળ ખાતા હતા. અજય ઓગુલાએ કહ્યું કે લોટરી જીત્યા બાદ મેં મારા પરિવારને આ સમાચાર આપ્યાં ત્યારે તેઓ માની પણ શક્યા નહોતા.