દુબઈ ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટરમાં એક રેસ્ટોરન્ટ આવેલી છે. જેમાં સ્વાદના શોખીનો માટે સ્વાદિષ્ટ બિરયાની પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટે સ્પેશ્યલ એનિવર્સરી સેલિબ્રેશનના ભાગરૂપે ગ્રાહકોને રોયલ ગોલ્ડ બિરયાની પીરસવાની શરૂઆત કરી હતી. એ બિરયાનીની કિંમત 1000 દિરહામ (અંદાજે 19,743 રૂપિયા) છે. દુબઈમાં જાણીતી આ વાનગી બેહદ લોકપ્રિય થઈ છે. મોંઘી કિંમત અને લોકપ્રિયતાનું કારણ એમાં ભેળવાતો ૨૩ કેરેટ સોનાનો વરખ છે. જે ગ્રાહકે રોયલ ગોલ્ડ બિરયાની ઓર્ડર કરી હોય તેમને સર્વ કરવા આવતા વેઈટર પણ ગોલ્ડન એપ્રન અને ગોલ્ડન ગ્લવ્ઝ પહેરીને આવે છે. આ બિરયાનીમાં ભારતના ચાર પ્રદેશોના ચાર વિશિષ્ટ પ્રકારના ચોખા વાપરવામાં આવે છે.
દુબઈની 23 કેરેટ સોનાથી જડીત રોયલ ગોલ્ડ બિરયાની : રૂપિયા 20 હજાર.
You Might Also Like
Follow US
Find US on Social Medias