સંત જ્ઞાનવત્સલ સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા. 22ના રોજ ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની 49મી બિઝનેસ મીટ સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી રાજકોટના એમેરલ્ડ કલબ, કાલાવડ રોડ ખાતે યોજવામાં આવશે.
- Advertisement -
આ બિઝનેસ મીટ પ્રમુખ દિનેશ કારીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ તકે સંત જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિતિ રહેશે તેમજ ગુજરાતભરમાંથી તમામ ચાના વેપારીઓ અને તમામ પેકેટર્સ ઉપસ્થિત રહેશે. આ મીટીંગની અંદર ચાને લગતા મુદ્દાઓની ચર્ચા વિચારણા થશે.
પ્રોડક્શન અને સપ્લાય આ બંને વિષયો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા થશે. ચાની ક્વોલિટી અને આવનારા દિવસોમાં ચાનુ પ્રોડક્શન અને નવી સિઝન કેવી રહેશે તેની પણ ચર્ચા વિચારણા થશે. એમ. બી. ગ્રુપ સીલીગુરીના ડાયરેક્ટર નરેશકુમાર બંસલજી અને આયુષ બંસલજી અન્ય મહેમાનોમાં રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, ફેટાના ચેરમેન સંજય શાહ, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, આસામથી નેટાના સલાહકાર બિંદીયાનંદજી, ટી બોર્ડના મેમ્બર જીવરાજ ચા વિરેનભાઈ શાહ, વાઘ બકરી ચાના માલિક પારસ ભાઈ દેસાઈ, રાજકોટથી મર્ચન્ટના પ્રમુખ મનોજભાઈ ઉનડકટ, ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન સેક્રેટરી મનીષકુમાર પટેલ ઉપસ્થિત રહેશે.