માણસ નહિ મરઘો બન્યો શરાબી
આજકાલ કોઈ બીમાર પડે તો તેને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ કે દવા-દારૂ કરો ઠીક થઇ જશે. પરંતુ અહી ઘણા લોકોને આ ઈલાજ મળ્યા પછી દારૂની લત પણ લાગી જતી હોય છે. માણસોમાં તો આ સામાન્ય વાત છે પરંતુ અહી એક માણસની નહિ પરંતુ આપને એક કુકડા એટલે કે મરઘાની વાત કરી રહ્યા છીએ.
- Advertisement -
રોજ જોઈએ છે દારૂ
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના પીપરી પુનરવસન ગામના રહેવાસી ભાઉ કાટોર વ્યવસાયે ખેડૂત છે, પરંતુ તેમને મરઘા પાળવાનો પણ શોખ છે. એટલા માટે જ તેણે પોતાના ઘરમાં મરઘા અને મરઘીઓ પાળી રાખ્યા છે. જો કે તેનો એક મરઘો કંઈક અનોખો છે કારણ કે તે રોજ દારૂ પીવે છે. આ વાત જાણીને તમને કદાચ આશ્ચર્ય થયું હશે, પરંતુ આ એક સાચી વાત છે.
શરાબી મરઘો થયો વાઈરલ
આ મરઘાની ચર્ચા ભંડારા જિલ્લા ઉપરાંત ઇન્ટરનેટથી આખા દેશમાં થઇ રહી છે. હવે એમ કહેવું ખોટું નહીં હોય કે શરાબી મરઘો હવે સોશિયલ મીડિયા પર મશહુર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે આ મરઘાને દારૂ પીવાનો શોખ ક્યારે થયો એ માલિકને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે ગયા વર્ષે મરઘાઓને એક રોગ હતો, ત્યારે ભાઉ કટોરને ઘણી બધી મરઘીઓને મારી નાખવી પડી હતી. ત્યારે કોઈએ તેમને કહ્યું કે મરઘીઓને દારૂ પીવડાવવાથી આ રોગ મટી શકે છે. પછી ભાઉએ પોતાની કેટલીક મરઘીઓને દારૂ પીવડાવવાનું શરૂ કરી દીધું, જેથી બધી મરઘીઓને ઠીક થઈ ગયું, પરંતુ તેમાંથી એક મરઘાને દારૂની લત લાગી ગઈ, એટલે કે તેણે પાણી પીવાનું બંધ કરી દીધું અને દારૂ પીવાનું ચાલુ કરી દીધું.
- Advertisement -
દારૂ વગર જમતો પણ નથી
મરઘાને દારૂનું એટલું વ્યસન થઈ ગયું કે જ્યાં સુધી તેને દારૂ ન મળે ત્યાં સુધી તે અનાજનો એક પણ દાણો ખાતો નહીં. હવે તેને દારૂ પીવાની આદત પડી ગઈ છે. ભાઉ હવે રોજ તેને દારૂ પીવડાવે છે. ભાઉ કહે છે કે હવે તેને આ મરઘા સાથે એટલો લગાવ થઈ ગયો છે કે તે તેના પરિવારના સભ્ય જેવો થઈ ગયો છે.