બ્રાઝિલથી 1922 ગ્રામ કોકેઈન લાવ્યું, દિલ્હી એરપોર્ટ પર ઈન્ટેલિજન્સ ટીમે ઝડપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરથી થર્મોકોલના બોલમાં છુપાયેલ 26.5 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું હતું. આ કોકેઈન કુરિયર દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે, ઉછઈંના દિલ્હી ઝોનલ યુનિટે કુરિયર ક્ધસાઇનમેન્ટને અટકાવ્યું હતું.
- Advertisement -
તપાસમાં 1,922 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. ડીઆરઆઈએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે બંને બોક્સ ખોલવામાં આવ્યા હતા. તેમાંથી બે ક્રિસ્ટલ ગ્લાસવેર ડેકોરેટિવ બાઉલ નીકળ્યા.
ચળકાટથી બનેલા આ બાઉલ તૂટતા નથી, આ માટે થર્મોકોલ સાથે રાખવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે થર્મોકોલના કેટલાક બોલ બાકીના કરતા થોડા ભારે (1-2 ગ્રામ) હતા. જ્યારે થર્મોકોલના 10,000 બોલ ખોલવામાં આવ્યા ત્યારે 972 બોલમાં સફેદ પાવડરની પોલિથીન મળી આવી હતી. પાઉડરની તપાસ કરતાં તે કોકેઈન હોવાનું બહાર આવ્યું હતું.