ઈસ્લામિયા યુનિવર્સિટી બહાલપુરના રેકેટની તપાસ માટે સમિતિ બની
વિદ્યાર્થિનીઓને ડ્રગ્સની લત લગાડયા બાદ સેક્સ રેકેટમાં ફસાવાતી, વિડીયો બનાવીને બ્લેક મેઇલિંગ કરતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરમાં ચાલતા ડ્રગ્સ અને સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કેટલાય વર્ષોથી ચાલતા આ રેકેટમાં હજારો વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાની શક્યતા છે. 5500 અશ્ર્લિલ વીડિયો સામે આવ્યાં છે. સફાળી જાગેલી સરકારે ત્રણ સભ્યોની સમિતિ બનાવીને તપાસ શરૂૂ કરી છે. આ મામલે માસ્ટરમાઈન્ડ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટમાં યુનિવર્સિટીના પ્રોફેસરો પણ સંડોવાયેલા છે. પોલીસના કહેવા પ્રમાણે આ યુનિવર્સિટી ડ્રગ્સ અને સેક્સનું રેકેટનું કેન્દ્ર બની ગયું છે. પાકિસ્તાનના અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ અને સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરના ફાઈનાન્સ ડાઈરેક્ટરને 28મી જૂને એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય હાલતમાં પકડી લીધા બાદ તેની પૂછપરછ અને તપાસ દરમિયાન આખા રેકેટનો ઘટસ્ફોટ થયો હતો. કોલેજની યુવતીઓનું એક શોષણ કરતો હતો. તેને ડ્રગ્સ આપીને બ્લેકમેઈલ કરાતી હતી. તે પછી યુનિવર્સિટીનો મુખ્ય સુરક્ષા અધિકારી રિટાયર્ડ મેજર એઝાજ હુસૈનને પણ પકડી લેવાયો હતો. આ મુદ્દે કુલ ત્રણની ધરપકડ થઈ છે. ગરીબ અને જરૂૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપના નામે યુનિવર્સિટીમાં પ્રવેશ અપાતો હતો. તે પછી વિદ્યાર્થિનીઓને ડ્રગ્સની લત લગાડાતી હતી. ડ્રગ્સની આદી બનેલી વિદ્યાર્થિનીઓને સેક્સ માટે મજબૂર કરાતી હતી અને એનો વીડિયો બનાવી લેવાતો હતો. વીડિયો બનાવ્યા બાદ બ્લેક મેઈલ કરીને વારંવાર તેમને સેક્સ માટે ફરજ પડાતી હતી. પોલીસને અત્યાર સુધીની તપાસમાં 5500 અશ્ર્લિલ વીડિયો મળી ચૂક્યા છે.
તપાસ સમિતિએ તમામ ડીનની ફોરન્સિક તપાસની ભલામણ પણ કરી છે. તેમને આશંકા છે કે યુનિવર્સિટીના અલગ અલગ શાખાના ડીન અને પ્રોફેસરો પણ આ સેક્સ રેકેટમાં સંડાવાયા છે. અગાઉ પણ આ યુનિવર્સિટીમાંથી ડ્રગ્સના કેસ નોંધાયા હતા. 113 વિદ્યાર્થિનીઓનો ડ્રગ્સનો રેકોર્ડ સામે આવી ચૂક્યો છે, પરંતુ શિક્ષણની ગુણવત્તા બાબતે રાષ્ટ્રીય સ્તરે સવાલો ઉઠશે એમ કહીને યુનિવર્સિટીની ઈજ્જત બચાવવા ડ્રગ્સની ઘટનાઓ સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા.