ખાસ-ખબર ન્યૂઝ ઈં અમદાવાદ, તા.29
રાજ્યની 38 છઝઘમાં સારથિ સર્વર ખોટકાવાની સમસ્યાના લીધે માર્ચ મહિનાની પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની સેવાઓ વારંવાર ખોટવાઈ ગઈ હતી. વિભાગે ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેવાના લીધે 25 હજાર અરજીઓ પેન્ડિંગ હોવાનો દાવો કર્યો છે. જ્યારે બિનસત્તાવાર અત્યાર સુધીમાં અંદાજે 75 હજારને સીધી અસર થઈ છે. ગત 14મી માર્ચથી ટેસ્ટ ટ્રેક બંધ થઈ ગયો હતો. સર્વર બંધ થયા પછી 28મી માર્ચે લેવાયેલા ટેસ્ટિંગમાં વાહનવ્યવહાર વિભાગને સફળતા મળી છે. હવે 30મી માર્ચથી રાજ્યની 38 છઝઘ કચેરીમાં રાબેતા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. જે અરજદારનું કાચું લાઇસન્સ એક્સપાયર થતું હશે તેમણે ફરી રિન્યૂ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે. જેના કારણે અરજદારોને આર્થિક ખર્ચ ભોગવવો પડશે. રાજ્યમાં કાચાં લાઇસન્સની પરીક્ષા આપીને બેઠેલા વાહનમાલિકો પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોઇને બેઠા છે. અમદાવાદની ત્રણેય આરટીઓમાં જ અંદાજે 20 હજાર અરજદારો રાહ જોઈ રહ્યા છે. જેની સામે નવા અરજદારો ઉમેરાતા જાય છે.