– રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકાશ મિસાઈલ (AKASH-NG)ના સફળ ફ્લાઇટ પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેના, PSU અને ઉદ્યોગની પ્રશંસા કરી
- Advertisement -
DRDOએ આજે એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDOના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર હાઈ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને અથડાવીને સવારે 10:30 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન શસ્ત્ર પ્રણાલી દ્વારા લક્ષ્યને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યું અને તેનો નાશ કરવામાં આવ્યો.
#WATCH | India's DRDO conducted a successful flight test of the New Generation AKASH (AKASH-NG) missile today. The test was conducted at AM from the Integrated Test Range, Chandipur off the coast of Odisha against a high-speed unmanned aerial target at very low altitude. During… pic.twitter.com/LVr3ly0hEk
— ANI (@ANI) January 12, 2024
- Advertisement -
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકાશ મિસાઈલ (AKASH-NG)ના સફળ ફ્લાઇટ પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેના, PSU અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આકાશ મિસાઇલ સિસ્ટમનો સફળ વિકાસ દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ વધારશે.
નોંધનિય છે કે, અગાઉ 2021માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ સેન્ટર (ITR) પરથી નવી પેઢીના આકાશ મિસાઈલ (આકાશ-પ્રાઈમ)નું સફળ પરીક્ષણ કર્યું હતું. DRDOએ હાઇ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને નિશાન બનાવીને આ પરીક્ષણ કર્યું હતું, જેને મિસાઈલ દ્વારા સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો.