હજારો ધમધમતી ખાણો સામે તંત્ર એકલદોકલ ખાણો પર દરોડો કરી સંતોષ માન્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ખનીજનો લૂંટવાના ધંધા અને ખનિજ માફિયાઓની દાદાગીરી સામે તંત્ર પણ ઘૂંટણિયે પડ્યું હોય તેવું દ્રશ્ય નજરે પડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને થાનગઢ ખાતે હજારો કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમતી નજરે પડે છે જેની સામે તંત્ર માત્ર એકલ દિકલ ખાણો પર કાર્યવાહી કરી સંતોષ માને છે. હાલમાં જ થાનગઢ પંથકના સોનગઢ ગામે ખારા વિસ્તારમાં રવિવારે સવારે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ઓપન કટીંગ ચાલતી ખાણમાં પર દરોડો કર્યો હતો પરંતુ અહી આશરે ચારથી પાચ જેટલી ઓપન કટીંગ ખાણ ચાલુ હુવા છતાં ખનિજ વિભાગ દ્વારા માત્ર એક ખાણ પર દરોડો કરી પોતાની કામગીરી દર્શાવી હતી. જોકે આ ખાણ પર દરોડો કરતાની સાથે જ રાજકીય પીઠબળ ધરાવતા ખનિજ માફીયાઓન ફોન ખનિજ વિભાગના અધિકારીઓ પર રણક્યા હતા.
- Advertisement -
જે બાદ ખનિજ વિભાગની ટીમ ત્યાંથી તુરંત કામગીરી પૂર્ણ કરી નીકળી મુળીના દેવપરા ગામે ત્રણ કોલસાના ગેરકાયદેસર કૂવા પર દરોડો કર્યો હતો જોકે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અહી પણ સાતેક જેટલા કૂવા પર દરોડો કર્યો હતો જેમાં માટે ત્રણ કોલસાના કૂવા પર દરોડો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું ત્યારે આ બંને દરોડામાં એક પણ ખનિજ માફિયા ઝડપાયા ન હતા. આ તરફ કોલસાનો કાળો કારોબાર કઈ ખાણમાં ક્યાં ખનિજ માફિયા દ્વારા કરવામાં આવે છે તે જગ જાહેર છે પરંતુ તંત્ર આ વાતથી અજાણ હોય તેવું જણાવી રહી છે અથવા તો જોઈ જાણીને ખનિજ માફિયાઓને જાહેર કરવા માંગતા નથી તેવું અહી જોતા સ્પષ્ટ નજરે પડે છે.



