ખાસ ખબર રાજકોટ તા.27
કણસાગરા મહિલા કોલેજમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ઉપરાંત ગજજના રાજકોટ જિલ્લાના કો-ઓર્ડીનેટર અને ગજજ પ્રોગ્રામ ઓફિસર તારીકે ફરજ બજાવતા પ્રો.ડી.યશવંતગિરિ કે.ગોસ્વામીને યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત ગજજ સેલ ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી -ગાંધીનગર ગુજરાત સરાકર દ્વારા રાજ્યના બેસ્ટ ગજજ પ્રોગ્રામ ઓફિસરનો વર્ષ 2021-22નો ગૌરવપૂર્ણ એવોર્ડ ગાંધીનગર ખાતે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ 7 માર્ચના રોજ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ગજજ સેલ ગાંધીનગરના પદાધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો.
- Advertisement -
ડો. ગોસ્વામી છેલ્લા 30 વર્ષથી ગજજની પ્રવૃતિ સાથે જોડાઈ વિધ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સ્વવિકાસની તાલીમ આપી પરિવાર-સમાજ અને રાષ્ટ્ર નિર્માણની વિવિધ પ્રવૃતિઓ સાથે વિધ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર અને સલામ એરિયામાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ ચલાવી તન-મન-ધનથી સેવાકાર્યોમાં જોડાઈ ગજના હાંજારો વોલંટીયર્સને સેવાધર્મ સાથે રાષ્ટ્રધર્મની ઉત્તમ તાલીમ આપી છે. કોરોના કાળ દરમ્યાન ત્રણેય લોકડાઉનમાં ગજજના 300 થી વધુ વોલંટીયર્સ સાથે ‘કોરોના વોરિયસ’ની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારત સરકારના વિવિધ અભિયાનો અને સરકારની વિવિધ ગ્રામ્ય વિકાસ સબંધી યોજનાઓ ગ્રામ્યસ્તરે પહોંચાડવામાં અથાગ પુરુસાર્થ કર્યો છે. વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા મુક્તિ, બ્લડ ડોનેશન,ઓર્ગન ડોનેશન વિવિધ મેડિકલ કેમ્પ, વૃક્ષા રોપણ અને જળક્રાંતિ અભિયાન દ્વારા અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કોલેજના અનેક વિધ્યાર્થીઓએ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે ગજજની પ્રવૃતિને ગતિશીલ બાનાવવામાં આમૂલ્ય યોગદાન આપવા બદલ ડો. યશવંત ગોસ્વામીને આ અમૂલ્ય એવોર્ડ પ્રાપ્ત થતાં તેમના મો. નં- 94274 95175 પર શુભેકચ્છાની વર્ષા થઈ રહી છે.
વિવિધ શૈક્ષણિક, સમજીક અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાવાની સાથે તેઓ ધરતી કી-ઓપ-બેન્કના વાઈસ ચેરમેન છે. શિવવાંદના ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઉપરાંત કૈલાસવાણી મેગેઝીન-દિલ્હીના સહ સંપાદક છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપરાંત વિવિધ ચેનલ પર તેમના ઈન્ટરવ્યૂ અને કાર્યક્રમો પ્રસારિત થાય છે. તેઓએ અનેક એવોર્ડ અને સન્માન વિવિધ સંસ્થાઓ દ્વારા મેળવેલા છે.