ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શાળા આચાર્ય વિભાગની સેનેટની રસાકસી ભરી ચૂંટણીમાં એબીવીપી પ્રદેશનાં પૂર્વ ઉપાધ્યક્ષ ડો. તુષાર પંડયા અને જેતલસરના નયન વિરડાનો વિજય થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શાળા આચાર્ય વિભાગની બે બેઠકોમાં ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા હોય રાજકોટ જામનગર, મોરબી સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લા મથકોએ ગઈકાલે મતદાન થતા કુલ 296 પૈકી 247 મત પડયા હતા
.ગઇ કાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના મેઈન બિલ્ડીંગ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. 14 મત અમાન્ય રહ્યા હતા. મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં જ નયન વિરડાને 110 એકડા મળતા તેનો વિજય નિરૂતિ થઈ ગયો હતો. જયારે બીજા અને ત્રીજા રાઉન્ડમાં અંક બેના સહારે તુષાર પંડયાને 78 મત મળતા બન્ને સતાવાર વિજય જાહેર કર્યા હતા.