જન્મ: 6 જુલાઈ, 1901 – બલિદાન: 23 જૂન, 1953
દેશની અખંડતા અને હિત માટે જીવન અર્પણ કરનાર વિર યોદ્ધાની આજે પૂણ્યતિથિ, રાષ્ટ્ર હંમેશા રહીશે ઋણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડો. શ્યામપ્રસાદ મુખરજી – એક એવું નામ જે આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં અસાધારણ દેશભક્તિ, ઉત્તમ શિક્ષણવિદ અને રાષ્ટ્રહિત માટે બલિદાન આપનારા વિશાળ વ્યક્તિત્વ તરીકે યાદ રહેશે. તેમની તપસ્યા અને યત્નોથી ભારતને એક નવો દિશા અને દૃષ્ટિકોણ મળ્યો. તેમના જીવનનાં ત્રણ મહાન કાર્યોના કારણે ભારતવાસીઓ હંમેશા ઋણી રહેશે તેમ રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું હતું.
ડૉ. શ્યામપ્રસાદ વિશે વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, દેશના વિભાજન સમયે પશ્ચિમ બંગાળ અને પંજાબ પાકિસ્તાનમાં જવાના સંજોગો હતા.
શ્યામપ્રસાદ મુખરજીએ ઉમદા રાજકીય દ્રષ્ટિ અને અમૃત બજાર પત્રિકા જેવી મીડિયા શક્તિથી હિન્દુ સમાજ માટે આંદોલન કર્યું અને બંને પ્રદેશો ભારતનો ભાગ બન્યા.
નહેરુ સરકારના નીતિથી અસંતોષ વ્યક્ત કરી ઉદ્યોગમંત્રી પદેથી રાજીનામું આપી જનસંઘની સ્થાપના કરી. જે પક્ષ આજે “ભાજપ” રૂપે સમગ્ર દેશમાં કમળ સમી કાંતિ ફેલાવી રહ્યો છે, તેની મૌલિક ચેતના મુખરજીજીએ આપેલી.
- Advertisement -
“એક દેશ, એક પ્રધાન, એક નિશાન” માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ડો. મુખરજીએ જ 5રમિટ પ્રથમ રદ્દ કરવા વિરુદ્ધ આંદોલન કર્યું અને જીવ આપ્યો. આજનું અખંડ કાશ્મીર તેમના જ યત્નોની સિદ્ધિ છે. આજે તેમના બલિદાન દિવસ પર, ચાલો આપણે શપથ લઈએ કે ભારતને તેઓ જેવો જોઈતા હતા એવું બનાવવા જીવનમાં કોઈ પણ તપસ્યા છોડશું નહીં – એ જ ખરો શ્રદ્ધાંજલિનો અર્થ થશે.