ત્રણ દિવસમાં કેમ્પમાં 85 દર્દીઓએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ અને એચ. પી. રાજ્યગુરુના ડો. પ્રવિણભાઈ એલ. રાજ્યગુરુ સ્મૃતિમાં સંયુક્ત ઉપક્રમે જયપુર ફૂટકેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 85 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં કેલિપર્સના દર્દી 40 (લેગ) પગના દર્દી 27 અને રીપેરીંગ 18 દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો.
- Advertisement -
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને એચ.પી. રાજ્યગુરુના હેતલભાઈ રાજ્યગુરુના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પમાં ધનસુખભાઈ ભંડેરીએ હાજરી આપી હતી. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ એચ.પી. રાજ્યગુરુના હેતલભાઈ રાજ્યગુરુ તથા ધનસુખભાઈ ભંડેરી અને કમાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પ ડો. પ્રવિણભાઈ એલ. રાજ્યગુરુની પુણ્યસ્મૃતિમાં યોજાયેલો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ ક્લબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મિરાણી, અનવરભાઈ ઠેબા, કનૈયાલાલ ગજેરા તેમજ ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, કૈલાસબા વાળા, આશાબેન ભૂછડા, હર્ષાબેન પીઠડીયા, હર્ષાબેન કથ્રેચા, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરાણીયા, નીશાબેન વડગામા વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમજ આગામી કેમ્પ તા. 1-3ના રોજ 3 દિવસ માટે યોજાશે તેવું એક યાદીમાં જણાવ્યું હતું.