સૌરાષ્ટ્ર યુનિ.માં ફરી એકવાર શૈક્ષણિક ગેરરીતિના મુદ્દે રાજકારણ ગરમાયું
જે સંશોધન પેપર્સના આધારે ડો. કમલ મહેતાએ ઊઈ સ્થાન મેળવ્યું હતું, તે પેપર્સ રદ થતા પદ પરથી દૂર કરવાની રજૂઆત
- Advertisement -
છેતરપિંડીથી મેળવેલું પદ માન્ય ન ગણાય: ૠઙઞ એક્ટ હેઠળ કમલ મહેતા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી થવી જોઈએ: ડો.નિદત બારોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર શૈક્ષણિક ગેરરીતિના મુદ્દે રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (ઊઈ) અને એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો. નિદત્ત બારોટે કુલપતિને એક સનસનાટીભર્યો પત્ર લખીને ઊઈ સભ્ય અને અંગ્રેજી ભવનના ડો. કમલ મહેતા વિરુદ્ધ કડક શિસ્તભંગની કાર્યવાહી કરવા અને તેમને તમામ હોદ્દા પરથી દૂર કરવા માંગ કરી છે. ડો. નિદત્ત બારોટે પત્રમાં રજૂઆત કરી છે કે, ડો. કમલ મહેતાએ જે સંશોધન પેપર્સ (છયતયફભિવ ઙફાયતિ) ના આધારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સ્થાન મેળવ્યું હતું, તે પેપર્સ સંબંધિત જર્નલ દ્વારા ’ઞક્ષાીબહશતવ’ (રદ) કરવામાં આવ્યા છે. ઈંચઅઈ વિભાગ દ્વારા આ અંગેની જાણકારી મળતા હવે તેમની લાયકાત સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023 અને કોમન સ્ટેટ્યુટ્સ, 2024 ના નિયમો મુજબ ઊઈ સભ્ય માટે શૈક્ષણિક પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા અનિવાર્ય છે. ડો. બારોટના જણાવ્યા મુજબ ખોટી માહિતીના આધારે મેળવેલી નિમણૂક કાયદેસર રીતે રદબાતલ ગણાય. યુજીસી (ઞૠઈ) ના નિયમો મુજબ આ ’એકેડેમિક મિસક્ધડક્ટ’ (શૈક્ષણિક કૌભાંડ)ની શ્રેણીમાં આવે છે. પત્રમાં અંતે ચેતવણી આપવામાં આવી છે કે જો આવા ગેરલાયક સભ્યોને સર્વોચ્ચ વહીવટી સંસ્થામાં ચાલુ રાખવામાં આવશે, તો યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થશે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપો પર કેવા પ્રકારના પગલાં લે છે.



