ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા ગઈકાલે જિલ્લા-મહાનગરના અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તે અન્વયે જાહેર થયેલા રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ માધવભાઈ દવેએ પત્રકાર પરિષદના માધ્યમથી પક્ષના વરિષ્ઠ મોભીઓ તથા માતાપિતા તથા સંકળાયેલા સહુ કોઈનો આભાર વ્યક્ત કર્યો. તે વેળાએ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ દોશી,પ્રવક્તા રાજુ ધ્રુવ, પૂર્વ અધ્યક્ષ કમલેશ મીરાણી, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલિયા, સ્ટે. ચેરમેન જૈમીન ઠાકર, કોષાધ્યક્ષ મયુર શાહ, કાર્યાલય મંત્રી હિતેશ ઢોલરીયા તથા અન્ય અગ્રણીઓ તસવીરમાં નજરે પડે છે. તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદે અલ્પેશ ઢોલરિયાને રિપીટ કરવામાં આવ્યા છે. નામ જાહેર થતા તેમના સન્માન સમયે ડો. ભરત બોઘરા, નાગદાન ચાવડા, ડી.કે. સખીયા સહિતના જિલ્લાના અન્ય આગેવાનો નજરે પડી રહ્યા છે.