નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને હદ કરી
કિરીટ પાઠક કહે છે, કશ્યપ ભટ્ટ ભાજપ અગ્રણી છે: કશ્યપ ભટ્ટ કહે છે, હું આમ આદમી પાર્ટીમાં હોદ્દેદાર છું!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં ધીમી ગતિએ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામતો જાય છે એવા સમયે જ માતાજીની ગરબીઓમાં ભાજપના અગ્રણીઓની હાજરીમાં આમ આદમી પાર્ટીના અગ્રણી કશ્યપ ભટ્ટને સાથે લઈ જવાના અને આ બાબતની પોસ્ટ પણ સોશ્યલ મીડિયામાં મૂકવાની ભાજપ અગ્રણી કિરીટ પાઠકની કામગીરીથી ભાજપના વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી ડૉ. કિરીટ પાઠકની સોશ્યલ મીડિયાની પોસ્ટમાં રાજકોટની જંકશન પ્લોટમાં આવેલી પ્રાચીન ગરબી અને એક શાળા સંકુલની પ્રાચીન ગરબીની તસ્વીરો સાથે પોસ્ટ મૂકવામાં આવી છે.
ભાજપના સાંસદ- ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સાથે ડૉ. કિરીટ પાઠકે તેની પોસ્ટમાં કશ્યપ ભટ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. આ કશ્યપ ભટ્ટ વાસ્તવમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોવાનું અને કિરીટ પાઠકે તેમને ઉલ્લેખ ભાજપ અગ્રણી તરીકે કર્યો હોવાનું સર્વત્ર ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે ડો. કિરીટ પાઠકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની કામગીરી પણ ભારે વિવાદાસ્પદ રહી હતી અને તેમના કારણે ભાજપ પક્ષની આબરૂ ધૂળધાણી થઈ હતી. પોતાને ભાજપની થીંક ટેન્ક ગણાવતા ડૉ. કિરીટ પાઠક ક્યા કારણોસર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને સાથે ફેરવે છે તે તપાસનો વિષય છે.
- Advertisement -
શિસ્તબદ્ધ મનાતો ભાજપ પગલાં લેશે?
પક્ષ વિરોધી ગતિવિધિ કે નિવેદનો બદલ પણ આકરા પગલાં ભરવામાં આવતા હોય છે ત્યારે ભાજપની મહત્ત્વની સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના મીડિયા વિભાગમાં પણ એક સમયે કાર્યરત ડૉ. કિરીટ પાઠક આમ આદમી પાર્ટીના હોદ્દેદારને સાથે ફેરવે અને બાકાયદા પોસ્ટ પણ મૂકે છે ત્યારે ભાજપ પક્ષના અગ્રણીઓ જો કોઈ પગલાં નહીં ભરે તો પક્ષના અન્ય લોકો પણ આ માર્ગે વળશે.