સુરેન્દ્રનગરમાં ‘દીકરીઓ સાવધાન’ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલય અને ’ધ એસોસિએશન ઓફ પેરેન્ટ્સ હેવિંગ ગર્લ ચાઈલ્ડ ઓન્લી’ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અને જાગૃતિના ભાગરૂપે ’દીકરીઓ સાવધાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા પ્રકૃતિવિદ ડો. કનુભાઈ કરકરે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર શહેરની ત્રણ અલગ-અલગ શાળાઓ – વિકાસ વિદ્યાલય ગર્લ્સ સ્કૂલ વઢવાણ, વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ સુરેન્દ્રનગર અને દર્શન વિદ્યાલય રતનપર ખાતે કાર્યક્રમો યોજ્યા હતા.
ડો. કરકરે દીકરીઓને આગામી 10 વર્ષમાં ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે વધુ વાંચન કરવાની સલાહ આપી હતી. તેમણે આજના ડિજિટલ યુગમાં ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સાવચેત રહેવા અને અજાણ્યા લોકોના સંપર્કમાં ન આવવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવાનું સૂચન પણ કર્યું હતું