ડીસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વેગ આપવા માટે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્ર્વ પ્રસિદ્ધ કવિ, વક્તા અને તત્ત્વચિંતક ડો. કુમાર વિશ્ર્વાસની ત્રણ દિવસીય ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના વિનામૂલ્યે પાસ વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી તા. 15, 16 અને 17 ડીસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે 7થી 12 દરમિયાન યોજાનાર આ જલકથાના પાસનું વિતરણ શહેરના જુદા જુદા વોર્ડના મંદિરો પરથી થશે. આ જલકથામાં દોઢ લાખથી વધુ શ્રોતાઓ ઉમટવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે જળસંચયના મહાઅભિયાનને સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવા માટે 1,11,111 જળસંચય સ્ટ્રક્ચર્સ તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ટ્રસ્ટ જળસંચયના લગભગ 8,500થી વધુ સ્ટ્રક્ચર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કથાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવવી અને જળસંચયના કાર્ય માટે સમાજ શ્રેષ્ઠીઓનું અનુદાન મેળવી કાર્યને વધુ આપવાનો કથાનો મુખ્ય ઉદ્દેશ છે.
કથાની વ્યાસપીઠ પર વિશ્ર્વ પ્રસિદ્ધ ભારતીય હિન્દી કવિ, તત્ત્વચિંતક અને પ્રેરક વક્તા ડો. કુમાર વિશ્ર્વાસ બિરાજશે. તેઓ રાજકોટમાં યોજાનારી આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણ (શ્યામ) સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મૂકશે. સાથે જ તેઓ જળસંચયની તાત્કાલિક જરૂરિયાત અને તેના મહત્ત્વ અંગે જાગૃતિનો સંદેશ પણ આપશે.
ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના વિનામૂલ્યે પાસનું વિતરણ (1) વૃંદાવન ડેરી મિલપરા રોડ, નાના મૌવા સર્કલ, (2) વી. સ્કવેર ફર્નીચર યુનિવર્સિટી રોડ, (3) પટેલ મોબાઈલ શાસ્ત્રીનગર અજમેરા નાના મૌવા રોડ, (4) ઝવયશફ ઘલિફક્ષશભ સત્યસાંઈ રોડ, (5) સહેલી ડ્રેસીસ હનુમાનમઢી પાસે રૈયા રોડ (6) વનઔષધિ કેન્દ્ર એસ્ટ્રોન ચોક, (7) માતુશ્રી માર્કેટીંગ પેડક રોડ, (8) બેંગાલ સ્વીટ્સ જીવરાજ પાર્ક સુવર્ણ ભૂમિ કોમ્પલેક્સ, બીજી બ્રાંચ કેકેવી સર્કલ, (9) દેવકૃપા મેડિસીન બાલાજી હોલ પાસે, (10) સોલ હાર્ડવેર ડાયમંડ પ્લાઝા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, (11) વનગંગા વન ઔષધિ કેન્દ્ર ટાગોર રોડ કેન્દ્ર, એસ્ટ્રોન ચોક પાસે, (12) બોલબાલા કાર્યાલય મિલપરા રોડ, (13) હરિકૃષ્ણ સ્ટેશનરી વિરાણી ચોક, (14) ગીરગંગા દૂધ સ્વસ્તિક સ્કૂલ સામે જ્યોતિનગર ચોક, (15) ચમત્કારિક હનુમાનજી મંદિર એજી ચોક, (16) રણછોડદાસબાપુ આશ્રમ કુવાડવા રોડ ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે, ભાવિકો અને નગરજનોને ઉપરોક્ત સ્થળથી પોતાના પાસ મેળવી લેવા જણાવાયું છે. સમય: સવારે 10થી 12, સાંજે 5થી 8. વધુ માહિતી માટે સંપર્ક 7600314014.



