હેલ્થપ્લસ હૉસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓની કિડની ફેલ થવાનો મામલો
મૃતક હિરલબેનના પતિ આકાશ મિયાત્રાએ નોંધાવી ફરિયાદ
- Advertisement -
SITના રિપોર્ટમાં જ થયો ધડાકો: બેદરકારીના કારણે બની ઘટના
5 મહિલાઓની કિડની ફેલ થઈ, બે દર્દીના તો મૃત્યુ પણ થઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢ શહેરના લાલબહાદુર સોસાયટીમાં એ સમયે આવેલી હેલ્થ પલ્સ હોસ્પિટલ તા.29/05/23 થી 13/09/23 દરમિયાન બે મહિલાના સિઝીરીયન કરેલ અને આ સિઝીરીયન તથા સારવાર દરમ્યાન ગંભીર પ્રકારની બેદરકારી રાખવાના કારણે શરીરમાં ઇન્ફેક્શન થઇ ગયેલ જેના કારણે સમય જતા આ બંન્નેના મૃત્યુ થયેલ હતા જે બાબતે જૂનાગઢ બી.ડીવીઝન પોલીસમાં મૃતક મહિલા પતિએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે બે મહિલા તબીબ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જૂનાગઢમા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં હેલ્થ પ્લસ હોસ્પિટલમા પ્રસૂતિની સારવાર માટે આવેલી 5 મહિલાને કિડની ફેલ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં સીજેરિયન બાદ કિડની ફેલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. હિરલબેન મિયાત્રા, સુમૈયાબેન કચરા, હસીનાબેન લાખા, તૃપ્તિબેન કાચા અને હર્ષિતબેન બાલસની હોસ્પિટલમાં પ્રસૂતિ સારવાર થઈ હતી.જે બાદ કિડની ફેલ થઈ હતી. 5 મહિલાઓમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જૂનાગઢ શહેરમાં આવેલ હેલ્થ પલ્સ હોસ્પિટલમાં બે મહિલાના સિઝીરીયન બાદ ઇન્ફેક્શનના કારણે મોત મામલે હેલ્થ પલ્સ હોસ્પિટલના મહિલા તબીબ ડો.ડાયના અજુડીયા અને ડો.હેમાક્ષી કોટડીયા સામે બી.ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.બે મહિલાના મૃત્યુ મામલે જૂનાગઢના આકાશભાઇ અરજણભાઇ મીયાત્રાએ ડોક્ટરની ગંભીર બેદરકારીના બદલે તેના પત્નીનું મૃત્યુ નિપજતા ફરિયાદ નોંધાવી છે.જેમાં હેલ્થ પ્લસ હોસ્પીટલ જુનાગઢના ડો.ડાયના અજુડીયાએ ફરી.ની પત્ની હિરલબેન તથા સાહેદ ભરતભાઇ બાલસના પત્ની હર્ષીતાબેનનું સિઝીરીયન કરેલ અને આ સિઝીરીયન તથા સારવાર દરમ્યાન ગંભીર પ્રકારની બેદરકારી રાખવાના કારણે શરીરમાં ઇન્ફેક્શન થઇ ગયેલ જેના કારણે સમય જતા આ બંન્નેના મૃત્યુ થયેલ છે. તેમજ તૃપ્તીબેનના સિઝીરીયન તથા તેમની સારવાર દરમ્યાન ગંભીર બેદરકારી દાખવેલ જેના લીધે તેમની બંન્ને કિડનીઓ ફેઇલ થયેલ છે. અને હાલ અન્ય જગ્યાએ સારવાર શરૂ છે. તેમજ ડો.હેમાંક્ષી કોટડીયા નાઓએ મોનીકાબેનનું સીઝીરીયન તથા તેમની સારવારમાં ગંભીર બેદરકારી દાખવી જેના કારણે તેમની પણ બંન્ને કિડનીઓ ફેઇલ થઇ ગયેલ અને હાલ અન્ય જગ્યાએ સારવાર શરૂ છે. જેથી ફરીની પત્ની તથા આ મહિલાઓની સિઝીરીયનની સારવારમાં હોસ્પીટલના સંચાલકોએ પણ ગંભીર બેદરકારી દાખવેલ હોય જેથી હોસ્પીટલના સંચાલકો તથા બંન્ને ડોક્ટરોએ કાયદેસરની મેડિકલ પ્રેક્ટીશમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવી હતી જે મામલે બી.ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જોકે હેલ્થ પલ્સના બે મહિલા તબીબોની ગંભીર બેદરકરી સામે આવતા પોલીસે બે મહિલા તબીબ તથા હોસ્પીટલના સંચાલકો અને તપાસ દરમિયાન વધુ નામ ખુલે તે તમામ સામે આઇપીસી કલમ 105, 110, 54 મુજબ ગુનોહ નોંધી તપાસ શરુ કરી છે.જેની વધુ તપાસ મહિલા પીઆઇ એચ.પી.ગઢવી વધુ તપાસ શરૂ કરી છે.