બેદરકારી + કૌભાંડો + અણઆવડત = ડૉ. પ્રિતેશ પંડ્યા
પ્રિતેશ પંડ્યાની લાપરવાહીએ બે માસૂમની દૃષ્ટિ છીનવી લીધી, છતાં મેડિકલ કાઉન્સિલ મૌન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂકના કારણે રાજકોટના બે બાળકોને જન્મતા વેંત અંધાપો આવવાના કેસમાં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂક હોવાનું સાબિત થતા કમિશને ફરિયાદી પક્ષ તરફે ચૂકાદો આપ્યો છે. કમિશને આ મામલે પીડિત બાળકો અને તેના વાલીને વળતર પેટે પ્રતિ બાળક રૂપિયા 12 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જો કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યા 60 દિવસમાં વળતર નહીં ચૂકવે તો પહેલી મેથી 12 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે. આ ઘટના 2013ની છે. યોગેશ કોટક નામના શખ્સની પત્નીએ કલરવ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની ઘોર બેદરકારીના કારણે બંને બાળકોની આંખે અંધાપો આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યા પર અગાઉ પણ બાળ દર્દીઓની સારવાર દરમિયાન બેદરકારી કરવાના તેમજ બાળસખા યોજના અન્વયે કૌભાંડો આચારવાના આક્ષેપો લાગી ચૂક્યા છે. ડૉ. પ્રિતેશ પંડ્યા એક ચીલાચાલુ ડોક્ટર છે જેમને માત્ર સારવારના નામે પૈસા કમાવવામાં જ રસ છે. કલરવ હોસ્પિટલમાં બાળકોની સારવાર કરવાના મામલે ડૉ. પ્રિતેશ પંડ્યા હંમેશા વિવાદમાં રહ્યા છે, તેમની પર અનેક આક્ષેપ લાગી ચૂક્યા છે. તમામ ઘટનાઓને આધારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ડૉ. પ્રિતેશ પંડ્યા અને તેમની કલરવ હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરી આકરા પગલાં ભરવા જોઈએ જેથી અન્ય બાળ દર્દીઓ આ ડોક્ટર અને તેની હોસ્પિટલનો ભોગ ન બને.
ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ પ્રેક્ટિસ કેન્સલ કરી કલરવ હોસ્પિટલને સીલ કરવાની માંગ
બાળકોની સારવારમાં ગંભીર બેદરકારી દાખવનારા તેમજ બાળ સખા યોજનામાં મસમોટા કૌભાંડો આચરનારા ડૉ. પ્રિતેશ પંડ્યા અને તેમની કલરવ હોસ્પિટલનું લાયસન્સ રદ્દ થવું જોઈએ. તબીબી ક્ષેત્રમાં ડૉ. પ્રિતેશ પંડ્યા જેવા ડોક્ટરો કલંક સમાન છે, તેમની કલરવ હોસ્પિટલ બાળકોની સારવાર મામલે જોખમી છે. ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ પ્રેક્ટીસ પાછી લઈ લેવી જોઈએ તદુપરાંત કલરવ હોસ્પિટલને સીલ મારી દેવું જોઈએ એવી તબીબી આલમના કેટલાક લોકો સહિત કલરવ હોસ્પિટલ અને તેના ડૉ. પ્રિતેશ પંડ્યાના ખરાબ અનુભવોનો ભોગ બનનારાઓની માંગ છે.