ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.15
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં છઝઊ હેઠળ નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટેના ફોર્મ ભરવા અંગેની કાર્યવાહી આગામી તા. 26 સુધી ચાલશે. આ અંગે વાલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે જરૂરી માર્ગદર્શન કેમ્પ ધારાસભ્ય ડો. દર્શિતા શાહના જનસેવા કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો.
આ અંગે ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે સરકારની જુદી-જુદી યોજનાઓ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને વધુ ને વધુ લોકો તેનો લાભ લે તે જરૂરી છે. જે સંદર્ભે છઝઊ હેઠળ પ્રવેશ અંગે વિનામૂલ્યે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરી ડોક્યુમેન્ટ, સીલેક્સન પ્રોસીજર, શાળા પસંદગી કઈ રીતે કરવી વિગેરે માર્ગદર્શન તેમજ વાલીઓને પણ ઓનલાઈન ફોર્મ ભરવામાં માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પમાં વિજયભાઈ ગોધાણી (ટ્રસ્ટી ઉમિયા ધામ, ટ્રસ્ટી પટેલ પ્રગતી મંડળ, આઈ.ટી સમિતિ શ્રી પટેલ સેવા સમાજ), હરેશકુમાર પાડલીયા, દીપકભાઈ વાછાણી, ચિરાગભાઈ મારડિયા તથા પરાગભાઈ કનેરિયા, ચંદ્રેશભાઈ અઘેરા તજજ્ઞો દ્વારા ફોર્મ ભરવા ઈચ્છુક વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ.