વેરાવળ તબીબ આત્મહત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત
સૌરાષ્ટ્રભરના રઘુવંશી સમાજમાં ભારે રોષ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના ખ્યાતનામ તબીબ અને સેવાભાવી વ્યક્તિ ડો.અતુલ ચગ એ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા સમગ્ર રાજ્ય માં ઘેર પ્રત્યાઘાત જોવા મળી રહ્યં છે અને તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે જેમાં રાજ્ય સભાના સાંસદ પરિમલ નાથવાની સહીત જૂનાગઢ ના ડોક્ટર દ્વારા આત્મ હત્યા મામલે અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે તબીબ કરેલ આત્મ હત્યા મામલે સૌરાષ્ટ્ર રઘુવંશી સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે.
વેરાવળ નામાંકિત ડો.અતુલ ચગ ના આપઘાત મામલે રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી એ એક ટવીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું અને લખ્યું હતું કે, જે સંજોગોમાં ડો.ફઅતુલ ચગને આપઘાત કરવો પડયો તે અત્યંત દુ:ખ છે. હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છુ પરિમલ નથવાણી. 13 ફેબુઆરી 2023 ગિર-સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય સેવા નિષ્ણાંત અને અનુભવી ડો.અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખુબ જ આઘાત જનક છે જે સંજોગોમાં તેમણે આપણાત કરવો પડયો તે અત્યંત દુ:ખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ પરંતુ ગિર-સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઉભી કરી હતી. આ દુ:ખદ સમયમાં હું ડો.અતુલ ચગના પરિવારજનોે મારી શોક સંવેદના પાઠવું છુ એ ભગવાન દ્વારકાધીશે પ્રાર્થના કરૂ છુ કે સદગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરાવની શક્તિ અર્પે.
સ્વ.ડો.અતુલ ચગની સ્યુસાઇડ નોટ અનેન તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યકત કરૂ છું અને માનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરૂ છું.
વેરાવળ તબીબ ડો.અતુલ ચગ આપઘાત મામલે જૂનાગઢનાં તબીબ જલ્પન રૂપાપરાએ મોટો ઘટસ્પોર્ટ કર્યો છે કે, અંદાજે આઠથી દસ મહિના પહેલા હું જ્યારે ડો.અતુલ ચગને એમની ઓફિસમાં રૂબરૂ મળેલો ત્યારે સાહેબે મને વાત કરેલી કે ચોરવાડના નારણભાઈ ચુડાસમા પાસેથી એમને ખૂબ મોટી રકમ લેવાની થાય છે. ડો.અતુલ ચગ મને આ વાત કરી એને આઠ દસ મહિના થઈ ગયા એટલે મને એક્ઝેટ ફિગર યાદ નથી પરંતુ લગભગ એ ફિગર બેથી અઢી કરોડ આસપાસ નો હતો. ડો.અતુલ ચગ વ્યથિત મન થી મને આ બાબતના નારણભાઈ ચુડાસમાએ ડો.અતુલ ચગને આપેલા ઘણા બધા મોટી રકમના ચેક પણ મને બતાવ્યા.
- Advertisement -
સાથે સાથે મને જણાવ્યું કે ખૂબ જ લાંબા સમયથી, મારી મહેનતથી કમાયેલી આ મોટી રકમ આ લોકો મને વારંવાર વિનંતી કરવા છતાં પાછી આપતા નથી તો આનું શું કરી શકાય ?
મેં ત્યારે ડો.અતુલ ચગને પૂછેલું કે રાજેશભાઈ ચુડાસમા આ બાબતથી વાકેફ છે ? ત્યારે એમણે મને જણાવેલું કે, “હા મેં રાજેશભાઈ અને નારણભાઈ બંનેને વારંવાર અનેક વખત રજૂઆતો અને આજીજી કરેલી છે મારી રકમ પરત આપવા બાબતે. પરંતુ ખૂબ લાંબો સમય વીતી ગયો છે અને રાજકીય પીઠબળ હોવાથી હવે એ લોકોની મારા લીધેલા પૈસા પાછા આપવાની દાનત લાગતી નથી.” મિત્રો ખૂબ જ દુ:ખની વાત છે કે આખી જિંદગી લોકોની અને દર્દીઓની સેવા કરનાર આ ડોક્ટરને એના પરોપકારી સ્વભાવના કારણે સુસાઈડ કરવાની ફરજ પડી. કોઈપણ નાનામાં નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને કઈ રીતે મદદરૂપ થવું એ ડો.અતુલ ચગના સ્વભાવનું ખૂબ જ અગત્યનું લક્ષણ હતું અને કદાચ ડો.અતુલ ચગની આજ પરોપકારી વૃત્તિનો ગેરફાયદો ઉઠાવીને આ લોકોએ ડો.અતુલ ચગની દિવસ રાતની મહેનત કરેલી કમાણી પચાવી પાડી.
ડૉ. ચગનાં પરિવારનો વલોપાત
ડો.અતુલ ચગ આત્મહત્યા મામલે પરિવારે વલોપાત કરતા જણાવ્યુ હતુ કે, સ્યુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે તેને પકડીને અમારા પરિવારના ગુમાવેલ મોભીને ન્યાયની માંગણી કરી હતી અને પોલીસ તટસ્થ તપાસ કરે તેવું નિવેદન આપ્યું હતું.