વિવાદાસ્પદ ડૉક્ટર અને વિવાદાસ્પદ હોસ્પિટલનો વધુ એક વિવાદ
બાયોવેસ્ટ નિકાલનાં તમામ નિયમો કચરા ટોપલીમાં પધરાવતા ડૉ. તન્ના
- Advertisement -
હૉસ્પિટલમાંની ગટરમાંથી છલકાયું લોહી
આસપાસનાં ઘરોનાં નળમાં પણ રક્તમિશ્રિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વિદ્યાનગર મેઈનરોડ પર આવેલી ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. ડૉ. મિહિર તન્નાની ઓલપમ્સ હોસ્પિટલ મેડિકલ બાયોવેસ્ટ નિકાલના નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોવાની પોલ ખુલી છે. આજરોજ વિદ્યાનગર મેઈનરોડ ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ બહાર ગટર ઉભરાતા રોડ પર ગટરના પાણી સાથે લોહી પણ ઉભરાયું હતું. ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ દ્વારા મેડિકલ બાયોવેસ્ટ ગટરમાં ઠાલવવાનું બહાર આવ્યું છે.
- Advertisement -
રાજકોટ મહાપાલિકાની મિહિર તન્ના પ્રત્યે મહેરબાની: સામાન્ય નોટિસ ફટકારીને સંતોષ માની લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ દ્વારા બાયો મેડીકલ વેસ્ટ-જૈવિક તબીબી કચરો આડેધડ ગટરમાં ઠાલવવામાં આવી રહ્યો છે, ખરેખર બાયોવેસ્ટ નિકાલ માટેનો કાયદો છે અને તેના નિયમો છે પરંતુ જાણે ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલમાં તે કાયદાને કચરામાં નાંખી દેવાયો હોય તેવી હાલત છે. આજે ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ દ્વારા બાયોવેસ્ટ ગટરમાં ઠલવવામા આવ્યાની પોલ ખુલી ગયા બાદ પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લે છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.
ડૉ. મિહિર તન્ના તેમની ઑલમ્પસ હોસ્પિટલનો મેડિકલ બાયોવેસ્ટ ગટરમાં વહાવી દે છે. આજે જ્યારે તેમની હોસ્પિટલ બહાર આવેલી ગટર ઉભરાઈ હતી ત્યારે તેમાંથી કચરાની જગ્યાએ મેડિકલ બાયોવેસ્ટ અને પાણીની જગ્યાએ લોહી ઉભરાયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ અને પ્રજાથી લઈ તમામ પ્રાણીજગત માટે ખતરનાક કહી શકાય તેવા મેડિકલ બાયોવેસ્ટને ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ દ્વારા ખુલ્લેઆમ ગટરમાં ઠાલવી દેવામાં આવે છે. મેડિકલ બાયોવેસ્ટના નિકાલના નિયમોનો ઉલાળીયો કરવામાં આવે છે ત્યારે ડૉ. મિહિર તન્ના અને તેમની ઑલમ્પસ હોસ્પિટલ પર કડક પગલાં ક્યારે લેવામાં આવશે એ જોવું રહ્યું.
જીપીસીબીમાં ઑલમ્પસ હોસ્પિટલની રજિસ્ટ્રેશન અને રિન્યુ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય
બાયો મેડીકલ વેસ્ટ રૂલ્સ અતંર્ગત જીપીસીબી – ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી હેલ્થ કેર યુનિટોએ ઓથોરાઈઝેશન લેવું જરુરી હોય છે. નવા યુનિટોએ રજીસ્ટ્રેશન કરાવવું પડે અને જુના યુનિટોએ 3 વર્ષ વીત્યે રિન્યું કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન વખતે જીપીસીબી દ્વારા જે તે હોસ્પિટલ-હેલ્થ યુનિટની ચકાસણી કરાતી હોય છે અને બાયોવેસ્ટ રૂલ્સ અતંર્ગત તેના નિરીક્ષણ બાદ તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. જાહેરમાં ગેરકાયદે બાયોવેસ્ટનો નિકાલ કરી રહેલી ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલે બાયો મેડીકલ વેસ્ટ રૂલ્સ અતંર્ગત જીપીસીબી – ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે? રિન્યુ કરાવેલું છે? કેમ તે પણ એક તપાસનો વિષય છે.
મહાપાલિકા ડ્રેનેજ શાખાની પર્યાવરણ-પ્રજાને ડેમેજ કરે એવી કામગીરી
ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો ગટરમાં નિકાલ કરી દેવામાં આવે છે. આજે આ હોસ્પિટલ દ્વારા વપરાયેલા દવા, કેમિકલ, ઈન્જેક્શનથી લઈ લોહી ગટરમાં ઠાલવવામાં આવતા ગટર ભરાઈ ગઈ હતી. પરિણામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ શાખાએ ગટર સાફ કરીને ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલને માત્ર વોશબેશિન ટાંકી ખુલી હોય બંધ કરાવવા નોટિસ ફટકારી સંતોષ મનાવી લીધો છે. ડૉ. મિહિર તન્નાની ઑલમ્પસ હોસ્પિટલ દ્વારા ગેરકાયદે બાયોવેસ્ટ ગટરમાં ઠાલવવામાં આવે છે તો તે અંગે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. બાયોવેસ્ટ મેડિકલનો જાહેરમાં નિકાલ પર્યાવરણથી લઈ પ્રજા અને પ્રાણીજગત માટે નુકસાનકારક હોવાનું જગજાહેર હોવા છતાં, ડૉ. મિહિર તન્નાની હોસ્પિટલ બહાર ગટરમાંથી લોહી ઉભરાયું અને મેડિકલ વેસ્ટ નીકળ્યું હોવા છતાં ડ્રેનેજ શાખા માત્ર વોશબેશિન સરખું કરાવવા જણાવે છે જે ઘણું જ ચોંકાવનારું અને શંકાજનક છે.
ઑલમ્પસ હોસ્પિટલમાંથી રક્તની સરવાણી રોડ પર ફૂટી નીકળી તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…