નવા સત્રથી ગેરકાયદેસર શાળા ધમધમતી હતી, પરંતુ અહેવાલ બાદ તંત્ર જાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક આવેલી નામઠામ વગરની શાળા છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહી છે જે સ્કૂલને આજદિન સુધી શિક્ષણ વિભાગની પરમિશન પણ મળેલ નહિ હાઇવે છતાં પણ નિત્યક્રમ મુજબ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હતી જ્યારે આ બાબતનો અહેવાલ “ખાસ – ખબર” દ્વારા પ્રસિદ્ધ કરાયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. જોકે તાલુકા શિક્ષણ અધિકારી જગજીવનભાઈ ભલગામડીયા દ્વારા સ્કૂલ ખાતે તપાસ આદરી હતી જેમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ સાવચેત થયેલા સ્કૂલ સંચાલકે એલ.કે.જી અને યુ.કે.જી વિદ્યાર્થીઓનો જ અભ્યાસક્રમ બીજા દિવસે શરૂ રખાયો હતો જેથી તાલુકા શિક્ષણ અધિકારી તપાસમાં જતા માત્ર નાના બાળકો જ અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. જોકે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જણાવાયું હતું કે “રાજ્ય સરકારના નિયમો મુજબ 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં પરમિશન લઇ લેવા માટેનો પરિપત્ર છે, છતાં જો ફેબ્રુઆરી 2025 સુધીમાં પરમિશન નહિ લેવાય તો તે સમયે ચોક્કસ કાર્યવાહી થશે. જેથી સરકારના અટપટા નિયમો સામે હાલ સ્કૂલ પર કોઈ કાર્યવાહી કરાઈ નથી” પરંતુ
- Advertisement -
“ખાસ – ખબર” દ્વારા જે પ્રકારે અહેવાલ પ્રસિદ્ધ કરાયો ત્યારે જો શિક્ષણ વિભાગ સમયાંતરે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરે તો સ્કૂલમાં પ્રાથમિક વિભાગ પણ ચાલતો હોવાનો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે.