રીયલ એસ્ટેટમાં મંદી વચ્ચે રાજય સરકારનો વધુ એક ઝટકો
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કપચી, માટી, લાઈમસ્ટોન, મોરમ જેવી ખનીજ ચીજો પર ડબલ રોયલ્ટી વસૂલવા સરકારનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના ખાણ ખનીજ વિભાગ દ્વારા 30મી જૂને સાંજે બહાર પાડવામાં આવેલા પરિપત્રના આધારે કપચી, લાઈમસ્ટોન, માટી, મોરમ જેવી બાંધકામ માટે ઉપયોગી ખનીજ ચીજો પર હવે રોયલ્ટી જેટલું જ પ્રિમીયમ પણ ભરવું પડશે, જેને કારણે રોયલ્ટીની કુલ રકમ ડબલ થઈ જશે. 1મી જુલાઈથી જ આ નવો દર અમલમાં આવી ગયો છે. આ નિર્ણયથી બાંધકામ ક્ષેત્રમાં ભારે ઊથલપાથલ સર્જાઈ છે. બિલ્ડરો, સરકારી કોન્ટ્રાકટરો અને કવોરી ઉત્પાદકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. કવોરી એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે, “અચાનક થયેલા આ બોજાને કારણે દરેકના ખર્ચમાં વધારો થશે
અને અંતે ગ્રાહકો સુધી તેની અસર પહોંચશે.” લીઝ ધરાવતા વેપારીઓએ અગાઉથી રોયલ્ટી ભરવી પડે છે, જેથી તેમનો નાણાકીય બોજ પણ વધી જશે. જો બાંધકામ ખર્ચ વધશે તો સરકારી પ્રોજેક્ટો પણ મોંઘા પડશે અને ઘર ખરીદનારા સામાન્ય નાગરિક માટે આવાસ સપનું દૂર થશે. ઉત્પાદકોની એસોસિએશન મીટિંગ બોલાવવાની તૈયારીમાં છે. બિલ્ડરો અને કોન્ટ્રાકટરો પણ આગામી દિવસોમાં કાર્યવાહી વિશે નિર્ણય લે તેવી સંભાવના છે. રાજકોટના એક ઉદ્યોગકારના જણાવ્યા પ્રમાણે, સરકારની નીતિમાં સ્પષ્ટ વિરોધાભાસ છે. એક તરફ વ્યાપારીઓ રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા, બીજી તરફ નવા બોજ સાથે રાજ્યના બાંધકામ વ્યવસાયે મોટો આંચકો અનુભવો છે.
અંતિમ વખત 2015માં રોયલ્ટી વધારો થયો હતો:
પછી 2017માં નવી લીઝ નીતિ હેઠળ 100% પ્રિમીયમ લાદવામાં આવ્યું હતું, જેથી રોયલ્ટી વધારો ટાળવામાં આવ્યો હતો. પણ હવે, સરકાર ફરી એક ઝાટકે દર બેગુણો કરી રહી છે. ખાણ ખનીજ વિભાગે અગાઉ રોયલ્ટી ચોરી સામે કાર્યવાહી હાથ ધરી હતી, પણ હવે આ વધારાથી ફરી રોયલ્ટી ચોરીનું પગપેસાર વધવાની ભીતિ સેવાઈ રહી છે.
- Advertisement -
હાલના દર પ્રમાણે:
કપચી માટે અત્યાર સુધી 45 રૂપિયા રોયલ્ટી હતી, હવે વધુ 45 રૂપિયા પ્રિમીયમથી કુલ 90 રૂપિયા ભરવા પડશે. માટી/મોરમ પર 25 રૂપિયા હતાં હવે 50 રૂપિયા