31 મે સુધીની ડેડલાઇન કરદાતાઓને યાદ કરાવતું ઇન્કમટેકસ
આવકવેરા વિભાગે કરદાતાઓને ઉંચા દરે ટેકસ કપાતથી બચવા માટે 31 મે સુધી પાનકાર્ડને આધારકાર્ડથી જોડવાની સલાહ આપી છે. આવકવેરા નિયમ મુજબ પાન નંબર બાયોમેટ્રીક આધાર સાથે જોડાયેલો નહીં હોય તો લાગુ દરથી ડબલ ટીડીએસ કાપવામાં આવશે. ઇ-પોર્ટલ પર તેની પૂરી કાર્યવાહી છે અને રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તા. 31 જુલાઇ છે. ડિપાર્ટમેન્ટે આ અંગે ગત મહિને એક પરિપત્ર જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે, જો તા.31 મે સુધીમાં બંને કાર્ડ લીંકઅપ નહીં કરાયા હોય તો 31 મે સુધીમાં કરી લેવા, અન્યથા ઉંચા દરે ટેકસ ભરવો પડશે. ટવીટર પર આ માહિતી મૂકવામાં આવી છે.
- Advertisement -
પાનને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટે ઘણા રસ્તા છે. ઓનલાઇન, એસએમએસ, ઇ-ફાઇલીંગ પોર્ટલ પર લોગઇન કરી શકાશે. ઇન્કમટેકસની વેબસાઇટ પર પણ લીંક આધાર ઓપ્શન મારફત આ લીંકઅપ કરાવી શકાય છે. એક અન્ય પોસ્ટમાં પણ વિભાગે લખ્યું છે કે બેંકો, વિદેશી ચલણના ડિલર સહિત રીપોર્ટીંગ સંસ્થાઓએ દંડથી બચવા માટે એસએફટી દાખલ કરી લેવું. આ ટ્રાન્ઝેકશન દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 મે છે. ત્યાં સુધીમાં દંડથી બચી શકાશે. એસએફટી રીટર્ન દાખલ કરવામાં વિલંબ બદલ પ્રત્યેક ડિફોલ્ટ દિવસ માટે રૂા.1000 સુધીનો દંડ ભરવો પડશે.