ભરોસાની ભાજપ સરકારે નવા શૈક્ષણિક સંકુલો, નવી યુનિવર્સીટી, પુસ્તકાલય અને હોસ્ટેલ બનાવ્યા, વિદ્યાર્થીઓને મફત શિક્ષણ ઉપરાંત સ્ટાઈપેન્ડ અને શિષ્યવૃત્તિ આપી
ગુજરાતના યુવાનોનું કૌશલ્ય નિર્માણ થયું છે, આપણા યુવાનો દેશ-દુનિયામાં ડંકો વગાડી રહ્યા હોવાનો ઉદય કાંગડનનો મત
- Advertisement -
સૌ પ્રથમ વખત ભાજપ સરકારે નવી શિક્ષણ નીતિની પહેલ કરીને તેનો અમલ શરૂ કરાવ્યો: ગુજરાતના યુવાનો દેશના યુવાનોને નવી રાહ ચીંધી રહ્યા છે
સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ કે જ્યાં 65 ટકા ઉપરાંત યુવાનો છે. યુવાનો પાસે નવું જોમ, નવી વિચારધારા અને શક્તિનો અખૂટ ભંડાર હોય છે. તેને સુપેરે ચરિતાર્થ કરવા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકારે યુવાનોમાં કૌશલ્ય નિર્માણ કરીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં તેમની શક્તિઓને જોડવા માટે અનેક નિર્ણયો કર્યા છે. ભાજપ સરકાર એ યુવાનોની સરકાર છે, યુવાનો માટેની સરકાર છે. યુવાનોને શિક્ષણ અને રોજગારી મળી રહે તે માટે કાર્યરત છે એવું રાજકોટ પૂર્વ બેઠક પરના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે જણાવતા કહ્યું હતું કે, યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુસર મેડિકલ અને એન્જિનિયરીંગ અને ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં નોંધપાત્ર કહી શકાય તેવો વધારો કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સંકુલો, નવી યુનિવર્સીટી, પુસ્તકાલય અને હોસ્ટેલ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 75 જેટલી અલગઅલગ યુનિવર્સિટીઓ કાર્યરત છે. દેશમાં સૌ પ્રથમ વખત ભાજપ સરકારે નવી શિક્ષણ નીતિની પહેલ કરી છે અને તેનો અમલ પણ શરૂ કરાવ્યો છે.
એમબીબીએસ, ડિપ્લોમા, અનુસ્નાતક સંશોધન જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ વગેરે કોર્શિષ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15થી 25 લાખ સુધીની લોન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય ભરોસાની સરકારે કર્યો છે. આજે આપણા યુવાનો દેશ-દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યા છે. કે.જી.થી પી.જી. સુધીના મફત શિક્ષણ ઉપરાંત લાખો વિદ્યાર્થીઓને હજારો રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારી સેવામાં યુવાનોની ભરતી કરીને સરકારી સેવાઓને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવામાં આવી છે. હજુ આગામી સમયમાં 5 લાખ જેટલી સરકારી ભરતીનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતમાં લાખો યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટીશસીપ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ભારતના સૌથી વધુ 24 ટકા એપરેન્ટીશ ગુજરાતમાં નોંધવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રતિમાસ 3000થી 4500 હજાર રૂપિયાની ભણવા સાથે જ સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઈ અમારી સરકારે કરી છે.
ગુજરાતના 5 લાખ જેટલાં વિદ્યાર્થીઓને ઇ-ક્લાસ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે. યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં 1000 જેટલા કૌશલ્ય નિર્માણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. એમએસએમઈના વિકાસ દ્વારા 30 લાખ કરતાં વધુ કારખાનાઓનો વિકાસ કરીને 1 કરોડ યુવાનોને રોજગાર-સ્વરોજગારની સવલતો પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના યુવાનોને રોજગારીની વિપુલ તકો સાંપડે તે માટે રાજ્યભરમાં મોટા પાયે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કારીગર તાલીમ યોજનાનો અસરકારક અમલ કરીને 689 આઈટીઆઈમાં 1.88 લાખ બેઠકો ઉપર વિવિધ રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. ધોરણ-12 પાસ પછી ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવતા 6 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને સમસ્ત વિશ્વનું જ્ઞાન તેમની આંગળીના ટેરવે મૂકવા માટે નમો ટેબલેટ યોજના અંતર્ગત 1000ની ટોકન કિંમત વાળા લેટેસ્ટ ટેબલેટની સહાય આપવામાં આવી છે.
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ બિનઅનામતના લોકો માટે 10 ટકા આરક્ષણનું અમલીકરણ કર્યું છે. પ્રતિ 2 વર્ષે નિયમિત રીતે જીપીએસસીની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા ભરતી માટે તાલીમ અપાઈ છે. વિવિધ સંસ્થામાં તાલીમ લેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓને સંસોધન કામગીરી માટે 15 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. યુવાનોમાં રહેલી કલા ઉજાગર થાય, તેઓ સંસ્કૃતિક વિરાસત અને કલા સંસ્કૃતિને પ્રગટ કરી શકે તે માટે કલા મહાકુંભ હેઠળ 500 કરોડથી વધુની આર્થિક ફાળવણી કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે પણ યુવાનો આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો યુવાનો માટે ભાજપ સરકારે અનેક નિર્ણયો લીધા છે, અઢળક યોજનાઓ ઘડી છે. અબજો રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાતના યુવાનો દેશના યુવાનોને નવી રાહ ચીંધી રહ્યા છે. ગુજરાતના યુવાનો ભાજપ સરકાર સાથે છે, ભાજપ સરકાર ગુજરાતના યુવાનો માટે છે. 1 ડિસેમ્બરના રોજ મતદાન દિવસે આપણા યુવાનો કમળના નિશાનવાળું બટન દબાવીને ભાજપને વિજયી બનાવશે એવું રાજકોટ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે
જણાવ્યું હતું.