અક્સ્માતમાં 15 યાત્રીઓ ઘાયલ: બસના ફુરચા ઉડી ગયા: બારી તોડીને યાત્રીઓને બસમાંથી બહાર કઢાયા
ખાસ-ખબર ન્યૂઝ અલીગઢ, તા.21
અલીગઢમાં યમુના એકસપ્રેસ પર ગઈકાલે મોડી રાત્રે દર્દનાક અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને ડબલ ડેકર બસની ટકકર થતાં એક માસુમ બાળક સહીત પાંચના મોત થયા છે. જયારે 15 થી વધુ લોકો ઘાયલ થયા છે.આ અંગેની વિગત મુજબ યમુના એકસપ્રેસ હાઈવે પર બુધવારે મોડીરાત્રે લગભગ 1 વાગ્યે એક ટ્રક અને ડબલ ડેકર બસ વચ્ચે ટકકર સર્જાઈ હતી. જેમાં એક બાળક સહિત પાંચ લોકોનાં મોત થયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં બસની એક સાઈડના ફુરચા નીકળી ગયા હતા. બસ એકસપ્રેસ હાઈવે પર ઝડપથી જતી હતી ત્યારે અચાનક ડ્રાઈવર બસ પરથી નિયંત્રણ ખોઈ બેઠો અને બસ ટ્રક સાથે અથડાઈ ગઈ.અકસ્માત થતાં યાત્રીઓની ચીસોથી વાતાવરણ કંપી ઉઠયુ હતું. અકસ્માત બાદ બસમાં ફસાયેલા લોકોને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.જયારે દુર્ઘટના સર્જાઈ ત્યારે યાત્રીઓ નીંદરમાં હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ અને આસપાસના લોકોએ બસમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા.