મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તો કાંઈ ખૂટે?
પહેલાં અંગ્રેજી મિડીયમમાં જ ડૉક્ટર થઈ શકાતું પણ હવે માતૃભાષામાં ભણીને ડૉક્ટર થઈ શકાય છે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના દાતાઓને અભિનંદન, તેની માતાઓને અભિનંદન કે જેણે આવા પુત્રોને જન્મ આપ્યો, આવા ઉનાળાના તાપમાં બહેનોએ માથા પર કળશ લઇ મારું સ્વાગત કર્યું એ બદલ એમનો પણ આભાર માનું છું. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે નિયમ બદલ્યો કે ડૉક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે, મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તેમ આ ડબલ એન્જિનની સરકાર સરકાર છે. આખી દુનિયામાં સરદાર પટેલનું નામ ગુંજી રહ્યું છે. વિશ્વનું મોટામા મોટુ સ્ટેચ્યુ સરદાર પટેલ સાહેબનું બનાવ્યું છે. મેડિકલમાં પહેલા 1100 બેઠક હતી, હવે 8000 થઈ ગઈ. પહેલા અંગ્રેજી મિડીયમમાં જ ડૉક્ટર થઈ શકાતું પણ હવે માતૃભાષામાં ભણીને ડૉક્ટર થઈ શકાય છે.
- Advertisement -
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખુશી છે આજ માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે. તેમજ સરકારની વિવિધ યોજના વિશે વડાપ્રધાને લોકોને માહિતી આપી હતી.
- Advertisement -
આજે સોનાનો સૂરજ ઉગ્યો: ડૉ. ભરત બોઘરા
હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું. મંચ પરથી ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. હું ભણતો ત્યારે સપનું હતું તે આજે સાકાર થયું છે.