રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં 32000 જગ્યાઓ ભરવામાં આવશે, રેલ્વે મંત્રાલય અનુસાર 2014થી 2024 વચ્ચે રેલ્વેમાં 5.02 લાખ નોકરીઓ આપવામાં આવી
રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPFમાં નોકરીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં 32000 જગ્યાઓ ભરવામાં આવશે. રેલ્વે મંત્રાલય અનુસાર 2014થી 2024 વચ્ચે રેલ્વેમાં 5.02 લાખ નોકરીઓ આપવામાં આવી છે. આ આંકડો 2004થી 2014 વચ્ચે UPA સરકાર દ્વારા આપવામાં આવેલી 4.11 લાખ નોકરીઓ કરતા 25 ટકા વધુ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. એવા અહેવાલ છે કે, કોવિડ-19 પ્રતિબંધોને હળવા કર્યા પછી 1,30,581 ઉમેદવારોની કમ્પ્યુટર આધારિત પરીક્ષણ (CBT) દ્વારા ભરતી કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રીએ કહ્યું કે, 1.26 કરોડથી વધુ ઉમેદવારો માટે 211 શહેરો અને 726 કેન્દ્રો પર 68 દિવસમાં 133 શિફ્ટમાં 28.12.2020 થી 31.07.2021 સુધી 7 તબક્કામાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે 17.08.2022 થી 11.10.2022 સુધી 191 શહેરો અને 551 કેન્દ્રોમાં 5 તબક્કામાં 33 દિવસમાં 99 શિફ્ટમાં 1.1 કરોડથી વધુ ઉમેદવારો માટે CBT હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
RPFમાં 32,603 ભરતી માટે જાહેરનામું
RPF કોન્સ્ટેબલનો પગાર
- Advertisement -
RPF કોન્સ્ટેબલોની ભરતી પ્રક્રિયા જેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં જોડાવા ઈચ્છુક છે તેમના માટે એક ઉત્તમ તક છે. સાતમા કેન્દ્રીય પગાર પંચ (CPC) મુજબ RPF કોન્સ્ટેબલનો મૂળ પગાર રૂ 21,700 થી શરૂ થાય છે.




