અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઈકની ભારતે સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે(MEA) આ હુમલાને ‘બર્બર’ અને ‘કાયરતાપૂર્ણ’ હિંસક કૃત્ય ગણાવ્યું છે. કાબુલના ઓમિદ નશામુક્તિ કેન્દ્ર પર થયેલા આ હુમલામાં કથિત રીતે 400 લોકોના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જે બાદ ભારતે પાકિસ્તાનના આ આક્રમક વલણ સામે આકરા પ્રહાર કર્યા છે.
ભારતનો પાકિસ્તાન પર પ્રહાર
- Advertisement -
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હોસ્પિટલ જેવી સંસ્થા, ‘જેનો ઉપયોગ ક્યારેય સૈન્ય લક્ષ્ય તરીકે ન થઈ શકે, ત્યાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા તે ઘોર અમાનવીયતા છે. પાકિસ્તાન આ નરસંહારને સૈન્ય અભિયાનનું નામ આપીને બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે.’




