કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલુ દાન ભગવાન વિષ્ણુની અપાર કૃપા અપાવે છે. જાણો રમા એકાદશી પર શું દાન કરવું શુભ માનવામાં આવે છે.
બધી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. દરેક એકાદશીનું અલગ અલગ નામ અને મહત્વ હોય છે. કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. જે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે. ત્યાં જ કાર્તક શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાશી કહેવામાં આવે છે.
- Advertisement -
દેવઉઠી એકાદશીના દિવસે જ ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગનિદ્રાની બાદ જાગે છે. જાણો આ વર્ષે બન્ને એકાદશી વ્રત ક્યારે કરવામાં આવશે. સાથે જ રમા એકાદશી પર કઈ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક હોય છે?
કાર્તક મહિનાની એકાદશી
કાર્તક મહિનાની પહેલી એકાદશી રમા એકાદશી હોય છે જે આ વર્ષે 28 ઓક્ટોબર 2024એ છે. રમા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી ધન-દોલતમાં વૃદ્ધિ થાય છે સાથે જ જીવનમાં ખુશીઓ આવે છે. ત્યાં જ દેવઉઠી એકાદશી 12 નવેમ્બર 2024એ છે.
- Advertisement -
રમા એકાદશી પર કરો આ વસ્તુઓનું દાન
રમા એકાદશીના દિવસે અન્નદાન કરો. જરૂરીયાતમંદોને ભોજન કરાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
રમા એકાદશીના દિવસે પીળા ફળો-જેવા કે કેળાનું દાન કરો. અથવા ઠંડીની સીઝનની શરૂઆત થઈ રહી છે તો ગરીબોમાં ગરમ કપડા દાન કરો.
ગરીબ બાળકોને શિક્ષણ સામગ્રીનું દાન કરો. તેનાથી શ્રીહરિ-લક્ષ્મીની સાથે સરસ્વતી માતા પણ પ્રસન્ન થાય છે અને કરિયરમાં સફળતા મળે છે.
કાર્તક મહિનામાં ગાયની સેવા કરો. તેમને ઘાસ આપો. વૃદ્ધોના આશીર્વાદ લો. તેમની સેવા કરો. તેનાથી જીવનની સમસ્યા દૂર થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)