-પુર્વ પ્રમુખની વિધિવત ધરપકડ બાદ જામીન
રાષ્ટ્રીય ગોપનીય દસ્તાવેજો મામલે અમેરિકાના પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે મીયામીની એક કોર્ટમાં સરન્ડર થયા હતા અને બાદમાં તેમની ધરપકડ કરી તરત જ જામીન પણ આપવામાં આવ્યા હતા. 2020માં અમેરિકાનું પ્રમુખપદ છોડતા સમયે ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા દ્રષ્ટીએ મહત્વના અનેક દસ્તાવેજોની ફાઈલો સાથે લઈ ગયા હતા.
- Advertisement -
જેમાં તેમના નિવાસે દરોડા પડયા હતા અને તે દસ્તાવેજો હાથ થયા બાદ તેમની સામે ‘ફેડરલ’ અપરાધ હેઠળ કેસ નોંધાયો હતો. અમેરિકાએ કોઈ પુર્વ પ્રમુખ સામે આ રીતે ફેડરલ (ફોજદારી) ધારા હેઠળ કેસ થયો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. ગઈકાલે મીયામી કોર્ટમાં ટ્રમ્પે ખુદનો અપરાધ સ્વીકાર્યો ન હતો. શ્રી ટ્રમ્પ પોતાના ખાનગી વિમાનમાં મીયામી પહોંચ્યા હતા જયાં તેઓ અદાલતમાં હાજર થતા જ વિધિવત ધરપકડ થઈ હતી.
Donald Trump pleads not guilty to charges in classified documents case
Read @ANI Story | https://t.co/av4Y38u8CK#DonaldTrump #US #ClassifiedDocuments pic.twitter.com/Cv4XHjmDL3
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 13, 2023
અને 45 મીનીટની કાર્યવાહીમાં અદાલતે ટ્રમ્પ પર તેમનો સહયોગી વોલ્ટ નોર્ગા સાથે વાતચીત કરવા સતાની અનેક શરતો લાદી હતી. બાદમાં તેઓને ‘જામીન’ અપાયા હતા અને ટ્રમ્પ પર હવે આરોપો નિશ્ચીત થશે. ટ્રમ્પે સમગ્ર કર્મચારીને હાસ્યાસ્પદ ગણાવીને કહ્યું હતું કે તેઓને 2024ની ચૂંટણી લડતા અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે.