2.20 લાખથી વધુ ભારતીયો ગેરકાનુની રીતે અમેરિકામાં વસી ગયાનો અંદાજ
ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ : ‘સહકાર’ આપવા મોદી સરકારની તૈયારી : હાલ 17940ને ફાઈનલ રીમૂવલ ઓર્ડર હેઠળ મુકાયા : 2467 તો કસ્ટડીમાં જ છે : આગામી માસથી ખાસ વિમાનમાં મોકલવાનું શરૂ
- Advertisement -
અમેરિકામાં ટ્રમ્પ શાસનના પ્રારંભના જ 48 કલાકમાં ભારત માટે એક ખાસ સમાચાર આવી ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાનુની રીતે અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોને બહુ ઝડપથી તેમના દેશમાં પરત મોકલી આપવાની કરેલી તૈયારીઓ હવે 18000 ભારતીયોને પરત મોકલી અપાશે અને તેમાં ‘સહકાર’ આપવા ભારત સરકારે પણ હા પાડી છે. અમેરિકામાં હાલ 18000 જેટલા ભારતીયોની ઓળખ મેળવી છે જયાં પુરતા દસ્તાવેજ વગર કે તેમની વિસા મુદત પુરી થયા બાદ પણ અમેરિકામાં વસી ગયા છે અને આ યાદી તેમના પાસપોર્ટ અને અન્ય ઓળખના આધારે તે માહિતી ભારતને મોકલશે.
જે ચકાસણી કર્યા બાદ તેમાં ભારતીય નાગરિકો છે તે નિશ્ચિત કરાશે અને બાદમાં તેમને ભારત પરત મોકલી અપાશે અને આ યાદીમાં પશ્ચિમ ભારતમાં ગુજરાતીઓ સૌથી વધુ છે. બીજો ક્રમ પંજાબીઓનો આવે છે. આ સંખ્યા 20407 ભારતીયોની છે તેવુ અન્ય એક અહેવાલમાં જણાવાયુ છે. આ યાદીમાં 17940 ભારતીયો જેઓ હજું અમેરિકી ઈમીગ્રેશન વિભાગની કસ્ટડીમાં નથી પણ તેઓને ફાઈનલ રીમુવલ ઓર્ડર આપી દેવાયા છે અને 2467 એ અમેરિકી કસ્ટડીમાં છે. આ જ રીતે ઈરાન-દક્ષિણ સુદાન, બોસ્નીયા સહિત નવા દેશોના ગેરકાનુની વસાહતી નાગરિકોને પણ પરત મોકલી અપાશે જે દેશો તેમાં સહકાર આપતા નથી તે દેશોને ‘અનકોપરેટીવ’ શ્રેણીમાં મુકીને તેની સામે ટ્રમ્પ આકરા પગલા લેશે.
નવેમ્બર 2023 અને ઓકટો 2024 વચ્ચે અમેરિકાએ 519 ભારતીયોને પરત મોકલી દીધા હતા. અમેરિકામાં ગેરકાનુની રીતે ઘુસણખોરીમાં ભારતીયોની સંખ્યા કુલ ઘૂસણખોરોમાં 3% જેટલી છે. મોદી સરકારે આ ઉપરાંત અમેરિકામાં રહેતા ખાલીસ્તાની નેતાઓ જેઓ સતત ભારત વિરુદ્ધ વલણ લઈ રહ્યા છે તેને પણ પરત મોકલવા માંગ કરી છે. એક રિપોર્ટ મુજબ અમેરિકામાં કુલ 2.20 લાખ જેટલા ભારતીયો ગેરકાનુની રીતે અથવા અપુરતા દસ્તાવેજ કે વિસા મુદત પુરી થયા બાદ પણ આ દેશમાં વસી ગયા છે અને તેઓ ‘રીપોટીંગ’ કરતા નથી. જો કે અમેરિકામાં ગેરકાનુની રીતે ઘૂસનારમાં મેકસીકો સહિતના લેટીન અમેરિકાના દેશોના નાગરિકોની સંખ્યા સૌથી વધુ છે.