ટોસીન, ગોપીઝ, પીઝેરીયા, મોજો પીઝા ઓવન સ્ટોરીએ જબરુ બજાર કબ્જે કર્યું
ભારતીયો ફાસ્ટફુડના દિવાના બની ગયા છે અને તેમાં ઈટાલીયન પીઝા સૌથી ફેવરીટ આઈટમ છે પણ એક તરફ પીઝાહટ-મેકડોનાલ્ડ-ડોમીનોઝ સહિતની વૈશ્વીક કંપનીઓના પીઝા આઉટલેટ છે તો બીજી તરફ હવે નાની બ્રાન્ડ તથા લોકલ બ્રાન્ડના પીઝા પણ ખૂબજ લોકપ્રિય બનતા બ્રાન્ડેડ કંપનીઓને લાર્જ પીઝા સહિતની તેની પીઝા કેટેગરીના ભાવ ઘટાડવાની ફરજ પડી છે. દેશમાં એક તરફ લોકલ બ્રાન્ડના પીઝા આઉટલેટ મળવા લાગ્યા છે
- Advertisement -
તો બીજી તરફ નાની વૈશ્વીક બ્રાન્ડ ટોસીન, સાઉથ કોરીયાની ગો પીઝા, લીઓની પીઝેરીયા, મોજો પીઝા, ઓવન સ્ટોરી અને લા પીનો’ઝ પણ જબરુ માર્કેટ મેળવી રહી છે. અમેરિકી પીઝા- ચેઈન દ્વારા ભારતની પીઝા માર્કેટ પર જબરુ વર્ચસ્વ જમાવવામાં આવ્યું હતું પણ હવે નાની બ્રાન્ડ તેમને જબરો પડકાર આપી રહી છે અને તેથી આ બ્રાન્ડેડ કંપનીઓ તેના પીઝાના ભાવ ઘટાડવા પડયા છે. પીઝા ચેઈન દ્વારા તેના વેજીટેરીયન લાર્જ પીઝાના ભાવ રૂા.799માંથી ઘટાડીને રૂા.499 કર્યા છે
તો નોન વેજ પીઝાના ભાવ રૂા.919માંથી 549 કર્યા છે. ડોમીનોઝ બ્રાન્ડની પેરન્ટ કંપની જયુબીલીઅન્ટ ફાસ્ટફુડ જે દેશમાં 1800 આઉટલેટ ધરાવે છે. હાલ તેના કવાટરલી રીઝલ્ટ આવે છે તેથી આ પર કઈ પ્રતિભાવનો ઈન્કાર કર્યો હતો પણ તેનો નફો 71% ઘટીને 28.91 કરોડ નોંધાઈ છે અને સ્વીકારે છે કે ગળાકાપ સ્પર્ધા છે તો પીઝા હટ હવે નાના શહેરોમાં પણ કેન્દ્રીત થવા માંગે છે તેના ફલેવર ફન રેન્જના પીઝાના ભાવ રૂા.200માંથી રૂા.79 સુધી થયા છે.