-ઓગસ્ટમાં સંસદ સત્રમાં શપથ લેવડાવવામાં આવશે
સિંગાપુરમાં રહેતા ભારતીય મૂળના ત્રણ વ્યકિતઓ સહીત 9 લોકોને સંસદના નામાંકીત સભ્ય તરીકે નિયુકત કરવામાં આવશે. આગામી મહિને તેમને પદના શપથ લેવડાવવામાં આવશે.
- Advertisement -
નામાંકીત સભ્યોમાં સિંગાપુર ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં અધ્યક્ષ અને સિંગાપુર બિઝનેસ ફેડરેશનનાં પરિષદ નિલ પારેખ, નિખિલ રજનીકાંત, પ્લુરલ આર્ટ, પત્રિકાની સહ સંસ્થાપક ચંદ્રદાસ ઉષા રાની અને નાનયાંગ બિઝનેસ સ્કુલમાં કોર્સ કો ઓર્ડીનેટર અને વકીલ રાજ જોશુઆ થોમસ આ લોકોમાં સામેલ છે.
નામાંકીત સભ્યોની નિયુકિત માટે સિંગાપુરની સંસદના અધ્યક્ષ ટાન ચુઆન-જીનની અધ્યક્ષતાવાળી વિશેષ પસંદગી સમિતિની સામે 30 નામ રજુ કરાયા હતા. તેમાંથી 9 નામોને પસંદ કરાયા હતા.
રાષ્ટ્રપતિ હલીમાં યાકુબ 24 જુલાઈએ આ 9 વ્યકિતઓને અઢી વર્ષ માટે નામાંકીત સભ્ય તરીકે નિયૂકત કરશે ઓગસ્ટમાં સંસદ સત્રમાં તેમને શપથ લેવડાવશે.
- Advertisement -