જો કે નવ માસની આયાત જેટલું વિદેશી ભંડોળ: શિક્ષણ સહિતના કારણે વધેલા વિદેશ પ્રવાસથી ડોલરની માંગ 1.5 બીલીયન ડોલર
એક તરફ દેશમાં કોરોના મુક્તિ અને અર્થતંત્રમાં પણ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સારી સ્થિતિ છે પણ ડોલરની સતત મજબૂતીના કારણે ભારતના આયાત બિલ સતત વધી રહ્યા છે અને ડોલર સામે રૂપિયાને ટકાવવા માટે રિઝર્વ બેન્ક દ્વારા બજારમાં ડોલર ઠાલવવા મજબૂર છે તેથી દેશનું ફોરેન એકસચેંજ રીઝર્વ- વિદેશી હુંડીયામણ જુલાઈ 2020 બાદના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. રિઝર્વ બેન્કના રીપોર્ટ મુજબ તા.14 ઓકટોના પુરા થતા સપ્તાહમાં વિદેશી ચલણ ભંડાર જે ડોલરમાં હોય છે તેમાં 4.5 બીલીયન ડોલરનો ઘટાડો થયો છે જે 24 જુલાઈ 2020 બાદના સૌથી નીચા સ્તરે છે.
- Advertisement -
હવે આ ભંડાર 528.37 બિલીયન ડોલર રહ્યો છે. ઉપરાંત રિઝર્વ બેન્ક પાસે જે સોનાનો અનામત જથ્થો છે તેની કિંમતમાં પણ 1.5 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે 37.45 બીલીયન ડોલર તા.14 ઓકટો.ના પુરા થતા સપ્તાહના અંતે રહ્યો છે. સોના અને વિદેશી ચલણ ભંડાર બન્નેમાં ઘટાડો થયો છે અને રિઝર્વ બેન્કને રૂપિયાને વધુ ઘટતો બચાવવા માટે ખુલ્લા બજારમાં ડોલર ઠાલવવા પડે છે. આ સમયગાળામાં (તા.14 ઓકટો.ના પુરા થતા સપ્તાહમાં) રૂપિયામાં વધુ 0.03% નો ધસારો થયો છે. રિઝર્વ બેન્કે જો દરમ્યાનગીરી કરી ન હોત તો રૂપિયો વધુ ‘નબળો’ પડયો.
બીજી તરફ દિપાવલી સહિતના તહેવારોના કારણે પણ વધુને વધુ ભારતીયો વિદેશ પ્રવાસ જતા વિદેશી ચલણની માંગમાં પણ વધારો થયો છે. ભારત પાસે હાલ જો કે 9 માસની આયાતને પહોંચી વળાય તેટલી વિદેશી ચલણ અનામત છે પણ ચાલુ વર્ષે વિદેશ પ્રવાસના ક્રેઝના કારણે એક વર્ષની સરખામણીમાં વિદેશી ભંડોળનો આઉટ ફલો વધ્યો છે.
એક તરફ બ્રિટન, અમેરિકામાં શૈક્ષણિક વર્ષ શરૂ થતા ભારતમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ રવાના થતા તેઓની ડોલર ડિમાન્ડ વધી છે. ઉપરાંત અનેક દેશોએ કોરોના સમયના જે પ્રવાસ પ્રતિબંધ કે નિયંત્રણો હતા તે પણ દૂર કરતા હવે તે દેશો ભણી જવાનો પ્રવાહ પણ વધ્યો છે અને તે 1.5 બિલીયન ડોલર નોંધાયો છે. યુરોપ અને અન્ય દેશોની કરન્સી પણ ડોલર સામે નબળી પડી છે. જેના કારણે ભારતીયો માટે મોંઘો ડોલર બહું ચિંતા નથી. જેઓને વિદેશમાં ખર્ચ કરવા જણાવ્યુ છે. ગત વર્ષે ઓગષ્ટમાં ડોલર આઉટફલો 574 મીલીયન ડોલર હતો તે 1.5 મીલીયન ડોલર થયો છે.