રાકેશ રોશને એક ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જોકે તે ઘણા સમયથી બ્રેક પર છે. પણ એક તરફ રાકેશ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે તેઓ આ દિવસોમાં ‘ક્રિશ 4’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે એવામાં હાલ બીજી તરફ એમના ફેન્સ માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેઓ રોશન પરિવારની ત્રણ પેઢીના વારસાની ઉજવણી કરતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
બોલિવૂડ એક્ટર, ડિરેક્ટર રાકેશ રોશન તેમના પરિવાર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી શકે છે. એવી ચર્ચા છે કે રાકેશ રોશન તેમના પરિવારના વારસા પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છેઆ અને અહેવાલમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શશિ રંજન આ ફિલ્મનું નિર્દેશન કરશે. જણાવી દઈએ કે રોશન પરિવારની 1947થી લઈને અત્યાર સુધીની સફરની વાત એ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં કરવામાં આવશે.
- Advertisement -
ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં રોશન પરિવારની સફર રિતિકના દાદા સંગીતકાર રોશન સાથે શરૂ થશે એમને 50 અને 60ના દાયકાના પ્રખ્યાત સંગીત નિર્દેશક તરીકે પોતાની જાતને સ્થાપિત કર્યા હતા. આ પછી રોશનના બંને પુત્રો રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશન અને પૌત્ર હૃતિક રોશનની સફર બતાવવામાં આવશે. સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રીમાં બીજા ઘણા સુપરસ્ટાર પણ જોવા મળશે.
એ વાત તો નોંધનીય છે જે આજના સમયમાં હૃતિક રોશન ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. અહેવાલમાં કહેવામાં આવી છે કે રોશન પરિવારની આ ડોક્યુમેન્ટ્રીમાં બીજા ઘણા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે અને તેની સાથે જ કેટલાક વાસ્તવિક ફૂટેજ અને કેટલાક બોલિવૂડ સેલેબ્સ સાથેના ઇન્ટરવ્યુ પણ સાંભળવા મળશે જેમને વર્ષોથી રોશન પરિવાર સાથે કામ કર્યું છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.