આપણા શરીર પર ઘણી જગ્યાએ તલ જોવા મળે છે. દરેક વ્યક્તિને કોઈ ના કોઈ જગ્યાએ તલ જરૂર હોય છે. તલને લઈને કહેવામાં આવે છે કે તેનાથી તમારા સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે. માણસના શરીરના કયા અંગ પર તલ છે તેના પરથી તેના સ્વભાવ વિશે કહી શકાય છે. ચાલો તમને જણાવીએ કે કયા તલનો શું મતલબ થાય છે.
આંખની અંદર તલ હોય
- Advertisement -
કેટલાક લોકોની આંખોની અંદર તલ જોવા મળે છે. આંખમાં તલ હોય એવા લોકો માટે કહેવામાં આવે છે આ લોકો ખૂબ અમીર હોય છે. તેમજ એમ પણ કહેવાય છે કે જે લોકોની ડાબી આંખમાં તલ હોય છે તે ઘમંડી છે. બીજી બાજુ જો ડાબી આંખ નીચે તલ હોય તો તે કામુકતાની નિશાની હોવાનું કહેવાય છે.
નાક પર તલ
નાક પર તલ હોય એવા લોકો ખુબ નખરાવાળા હોય છે. તેમજ તેમને ગુસ્સો પણ બહુ આવે છે. એટલું જ નહીં આ લોકો રોમેન્ટિક હોવાની સાથે તેમને ફલર્ટ કરવાનું પણ પસંદ હોય છે.
- Advertisement -
હોઠ ઉપર તલ હોવો
જે લોકોના હોઠ પર કે આસપાસ તલ હોય છે તેઓ ખુબ પ્રેમાળ હોય છે. તેના દિલમાં બધા માટે પ્રેમ હોય છે. આ લોકો બુદ્ધિમાન પણ હોય છે અને દરેક કામને દિલથી કરે છે.
ગાલ પર તલ
જે લોકોના જમણા ગાલ પર તલ હોય છે, તે ભાવનાત્મક વ્યક્તિ હોવાનું મનાય છે. આ સિવાય ડાબી બાજુના ગાલ પર તલ ધરાવતા લોકો ખૂબ જ શાંત હોય છે. તેઓ ખૂબ ધીરજ ધરાવતા હોય છે.
કાન નજીક તલ
કાન પર કે તેની નજીક તલ ધરાવતા લોકો નસીબદાર હોય છે. એવું કહેવામાં આવે છે કે આવા લોકો ઘરની જવાબદારીઓ ખૂબ જ સરળતાથી નિભાવતા હોય છે.
ગરદન પર તલ
ગળા પરની તલ વિશે કહેવામાં આવે છે કે આવા વ્યક્તિ સારા સ્વભાવના હોય છે. તેમનામાં એવા ઘણા ગુણો હોય છે જે લોકોને પસંદ આવે. તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હોય છે.
ખભા પર તલ
જે લોકોના ખભા પર તલ હોય છે, તે જીવનમાં ઘણી જવાબદારીઓ નિભાવતા હોય છે. ઉપરાંત, તેઓ ખૂબ જ હોશિયાર અને સારા સ્વભાવના હોય છે.
છાતી પર તલ
છાતી પર તલ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ આળસુ હોવાનું કહેવામાં આવે છે, તેઓ સખત મહેનત કરવાનું પસંદ કરતા નથી. તેઓ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.
હથેળી પર તલ
જેમની હથેળી પર તલ હોય છે તેવા લોકો વિશે કહેવામાં આવે છે કે જો જમણી હથેળી પર તલ છે તો તે લોકો સમૃદ્ધ છે. જ્યારે એવું કહેવામાં આવે છે કે ડાબી હથેળીમાં તલ વાળા લોકો વધુ ખર્ચ કરે છે.
પગ પર તલ
જે લોકોના પગ પર તલ હોય છે તેમને મુસાફરી કરવી ગમે છે. તેઓ વિશ્વભરમાં ફરવા માંગે છે અને તેમને તકો પણ મળે છે.