રેસ્ટોરન્ટમાંથી જ્યારે પણ આપડે ફૂડ ઓર્ડર કરીએ છીએ તો તેઓ પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ફૂડ ભરીને આપે છે. તેનો ઉપયોગ છેલ્લા એક વર્ષથી ભારતમાં ઝડપથી વધી રહ્યો છે પરંતુ તમને જણાવી દઈએ કે તેના કારણે તમારા સ્વાસ્થ્યને ખતરો થઈ શકે છે.
આજકાલ મોટાભાગની રેસ્ટોરન્ટ્સમાં ભોજન પ્લાસ્ટિક ડબ્બાઓમાં જ આવે છે. આ ડબ્બા ભોજન લાવવા લઈ જવા માટે ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સસ્તા ડબ્બા તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
- Advertisement -
ગરમ ભોજન પ્લાસ્ટિકના આવા કાળા ડબ્બામાં ભરવાથી તે ઓગળે છે અને તે આપડા ભોજનમાં ભળે છે. તેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાસ્ટિકના નુકસાન જોતા જ અમેરિકામાં 2021માં તેના પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. જોકે ભારતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેનાથી ઘણી બીમારીઓ ફેલાઈ શકે છે.
કાળા પ્લાસ્ટિકના બોક્સ કેમ છે ખતરનાક?
- Advertisement -
બાળકો પર થાય છે અસર
આ પ્લાસ્ટિકમાં હાજર ડેકાબ્રોમોડિફિનાઈલ ઈથર ભ્રૂણ અને બાળકોના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તેના કારણે બાળકની શિખવાની ક્ષમતાને પણ નુકસાન પહોંચે છે.
સ્વાસ્થ્ય પર અસર
આ કેમિકલના કારણે હોર્મોન નિયંત્રિત કરનાર ગ્લેડ-એન્ડોક્રોઈન પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેના કારણે થાઈરોઈડની બીમારીનો ખતરો વધે છે. તેના ઉપરાંત આ ઈમ્યુન સિસ્ટમને પ્રભાવીત કરે છે.
કેન્સરનો ખતરો
એપ્રિલ 2024માં સામે આવેલી એક સ્ટડી અનુસાર જે લોકોને લોહીમાં ફ્લેમ રિટાડેન્ટ વધારે હોય છે તેમનામાં કેન્સરથી મોતનો ખતરો 300 ટકા વધારે હોય છે. પોલીસાઈક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન નામનું કેમિક જે કાળા પ્લાસ્ટિકમાં મળી આવે છે તેનાથી પણ કેન્સરનો ખતરો રહે છે. આ રસાયણના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે.