આજે અમે તમને ગંગાજળ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
આપણા હિંદુ ધર્મમાં ગંગાજળ વગર કોઈપણ દેવી-દેવતાની પૂજા કે ધાર્મિક-માંગલિક કાર્ય અધૂરું માનવામાં આવે છે. સાથે જ એવી માન્યતા છે કે ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી કોઈ પણ વ્યક્તિના દરેક પાપ દૂર થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ કારણે મોટી સંખ્યામાં લોકો ગંગા સ્નાન કરવા અને દાન કરવા માટે ગંગાના કિનારે પહોંચે છે. આ સાથે જ અઢળક લોકો પોતાના ઘરે વાસણમાં ગંગાજી નું પાણી ભરીને લાવે છે અને ઘરમાં રાખે છે પણ આ કરતા પહેલા જાણી લેવું જોઈએ કે પવિત્ર ગંગાજળ કયા પાત્રમાં અને ક્યાં રાખવું જોઈએ? આજે અમે તમને ગંગા જળ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
- Advertisement -
ગંગાજળથી જોડાયેલ 8 જરૂરી નિયમો
– આપણએ બધા જાણીએ છીએ કે ગંગા જળ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે એટલા માટે તેને ક્યારેય પણ અપવિત્ર જગ્યાએ ન રાખવું.
– દરેક શુભ કર્યોમાં ઉપયોગમાં લેવાતા ગંગાના જળને હંમેશા કાંસા કે તાંબાના વાસણમાં રાખવું જોઈએ.
– આ સાથે જ પ્લાસ્ટિકના વાસણમાં ગંગા જળને ક્યારેય સંગ્રહિત ન કરવું.
– પવિત્ર ગંગાજળને ક્યારેય ખરાબ હાથથી કે પગમાં ચંપલ પહેરીને સ્પર્શ ન કરવો જોઈએ.
– ઉપરાંત ગંગાજળને ક્યારેય અંધારાવાળી જગ્યાએ બંધ ન રાખવું.
– પૂજનીય ગણાતા ગંગા જળને હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે કે પૂજા ઘરની નજીકમાં રાખવામાં આવે છે.
– પૂજા કે સ્નાન માટે જો તમારી પાસે ગંગાજળ ઓછું હોય તો તેને પાણીમાં ભેળવીને પણ ઉપયોગ કરી શકાય છે
– ગંગાના પાણીને સ્પર્શ કરીને ક્યારેય ખોટું કે કોઈ ખરાબ શબ્દો ન બોલવા જોઈએ.
ગંગાજળથી જોડાયેલ 4 ચમત્કારી ઉપાય
– દરરોજ ભગવાનની પૂજા કરતા પહેલા ખુદને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ.
– જણાવી દઈએ કે ભગવાન શિવની પૂજામાં ગંગાજળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ શિવલિંગ પર ગંગાના પવિત્ર જળને અર્પિત કરે છે તો તેને જલ્દી મહાદેવની ઈચ્છા પ્રાપ્ત થાય છે.
– જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય કે કશું અશુભ થઈ રહ્યું હોય તો દરરોજ ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટવું જોઈએ.
– માનવામાં આવે છે કે ગંગાજળ છાંટવાથી ખરાબ નજર અને ખરાબ સપના સામે રક્ષણ મળે છે.