યોગિની એકાદશીનું વ્રત કરવા અને વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અપાર કૃપા મળે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી ધન લાભ અને કરિયરમાં પ્રગતી થાય છે.
યોગિની એકાદશીનું વ્રત 14 જૂને બુધવારના દિવસે રાખવામાં આવશે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે.
- Advertisement -
આ એકાદશી દરેક પાપોનું નાશ કરે છે. યોગિની એકાદશીના દિવસે કરવામાં આવેલા અમુક ખાસ ઉપાયોથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ ઉપાયોને કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
યોગિની એકાદશી 2023ના દિવસે કરો આ ઉપાય
પહેરો પીળા વસ્ત્રો
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને પીળા રંગના વસ્ત્ર પહેરો. ત્યાર બાદ વિષ્ણુજીની સાથે ઘનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો. આમ કરવાથી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસે છે અને દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે.
ભગવાન વિષ્ણુને અર્પિત કરો પાન
યોગિની એકાદશીના દિવસે એક ડાંડી વાળુ પાન લો. હવે તેના પર કંકુ અને શ્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પિત કરો અને તેમની પૂજા કરો. પૂજા પુરી થયા બાદ તેના પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મુકો. આમ કરવાથી જલ્દી નોકરીમાં પ્રમોશન થાય છે. આ ઉપાયથી બિઝનેસમાં નવા અવસરો આવે છે.
- Advertisement -
નારિયેળ અને બદામનો લગાવો ભોગ
આ એકાદશી પર ભગવાન કૃષ્ણને નારિયેળ અને બદામનો ભાગ લગાવવો પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન દરેક ઈચ્છા પુરી કરે છે.
21 માળા જાપ કરવાથી કષ્ટ થશે દૂર
યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર ‘ॐ नमो भगवते वासुदेवाय’ની 21 માળા જાપ કરવાથી જીવનના દરેક કષ્ટ દૂર થવા લાગે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી પણ ખાસ લાભ મળે છે.
આ રીતે માતા લક્ષ્મીનો પણ મેળવો આશીર્વાદ
યોગિની એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો પણ આશીર્વાદ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી.
પીપળામાં હોય છે ભગવાન વિષ્ણુનો વાસ
પીપળાના ઝાડમાં વિષ્ણુ ભગવાનનું નિવાસ માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ લેવા માટે યોગિની એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે ઘીનો દિવો સળગાવવો જોઈએ.
આ રીતે કરો તિલક
આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ પીળા ચંદન અને કેસરમાં ગુલાબ જળ મિક્ષ કરીને તિલક કરવો જોઈએ. આ તિલકને પોતાના માથા પર લગાવીને કામ પર જાઓ. આમ કરવાથી દરેક કામ પુરૂ થાય છે.