રક્ષાબંધનનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે. આ તહેવાર પર બહેનો તેના ભાઈઓને રાખડી બાંધે છે. આ ઉપરાંત આ દિવસે ધન-સમૃદ્ધી મેળવવા માટે ખૂબ ખાસ છે.
રક્ષાબંધનનો દિવસ સુખ-સમૃદ્ધી માટે પણ અત્યંત શ્રેષ્ઠ
- Advertisement -
શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે. જો કે, આ વર્ષે રક્ષાબંધન મનાવવાની તારીખને લઇને ખાસ્સો ભ્રમ છે. પૂનમ તિથી 11 ઓગષ્ટથી શરૂ થઇ જશે પરંતુ આ દિવસે ભદ્રકાળ રહેવાના કારણે 12 ઓગષ્ટ 2022ની સવારે રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત રહેશે. આ દિવસે બહેનો હાથમાં મહેંદી લગાવે છે અને ભાઈઓને રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમરની કામના કરે છે. તો ભાઈ તેની બહેનોને ઉપહાર આપે છે અને સુરક્ષા કરવાનુ વચન આપે છે. આ ઉપરાંત રક્ષાબંધનનો દિવસ સુખ-સમૃદ્ધી માટે પણ અત્યંત શ્રેષ્ઠ છે.
રક્ષાબંધનના દિવસે કેટલાંક આવા ઉપાય કરવા ખૂબ લાભ આપે છે, જે માં લક્ષ્મીને પ્રસન્ન કરે છે. આમ કરવાથી જીવનમાં ખૂબ પૈસા, સન્માન મળે છે. પ્રગતિ થાય છે અને કામમાં આવી રહેલી અડચણો દૂર થાય છે.
- Advertisement -
અડચણો દૂર કરવાનો ઉપાય
જો કામમાં વારંવાર અડચણો આવી રહી છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે રક્ષાબંધન, શ્રાવણ પૂનમના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરો. જેના માટે ગણેશજીની મૂર્તિ અથવા તસ્વીર સામે લવિંગ અને સોપારી રાખીને પૂજા કરો. પછી જ્યારે પણ કોઈ વિશેષ કામ માટે જાઓ તો તમારી પાસે આ લવિંગ અને સોપારીને રાખી લો. કામમાં આવશ્ય સફળતા મળશે.
આર્થિક તંગી દૂર કરવાના ઉપાય
આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે રક્ષાબંધનના દિવસે માટીના લાલ ઘડામાં એક નારિયેળ રાખો અને પછી ઘડાને લાલ કપડાથી ઢાંકીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. થોડા સમયમાં તમારી આવક વધવા લાગશે.