જ્યોતિષ શાસ્ત્રમાં માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે અનેક ઉપાયોની સાથે દૈનિક જીવનમાં કરવામાં આવતા કાર્યો અંગે જણાવવામાં આવ્યું છે. જાણો સવારે ઉઠતા જ કયા કાર્યો કરવા શ્રેષ્ઠ હોય છે, જેને કરવાથી માણસનુ જીવન ખુશહાલ હોય છે.
આજના સમયમાં દરેક માણસની ઈચ્છા હોય છે કે તેનુ જીવન આનંદમય પસાર થાય અને જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો ના કરવો પડે. પરંતુ તેમ છતા વધુ મહેનત કર્યા બાદ પણ અંતમાં બચત થતી નથી. આ સ્થિતિમાં માણસની નિરાશા વધી જાય છે અને શારીરીક સમસ્યાનો સામનો કરવો પડે છે. જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠતા જ કયા કાર્ય કરવાથી માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.
- Advertisement -
સવારના સમયે કરો આ કામ
હથેળીને જોઇને કહો આ મંત્ર
- Advertisement -
શાસ્ત્રો મુજબ, દરેક માણસની શરૂઆત સારી હોય તો તેનો દિવસ આખો સારો જાય છે. તેથી સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાના આરાધ્ય દેવનુ સ્મરણ કરો. ત્યારબાદ પોતાના હાથને જોઇને ‘કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી ! કરમૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કરદર્શનમ્ ||’ મંત્ર બોલો. ત્યારબાદ પોતાના હાથને આખા ચહેરા પર ફેરવી લો. આમ કરવાથી માં લક્ષ્મીની સાથે-સાથે બ્રહ્મા અને સરસ્વતીની કૃપા જળવાઈ રહેશે.
ધરતીને પગે લાગો
હાથને મોંઢા પર ફેરવ્યાં બાદ પગ જમીનમાં રાખતા પહેલા ધરતીને પગે લાગો. કારણકે પૃથ્વી આપણા ભારને સહન કરે છે. તેથી તેનો આભાર માનવો જોઈએ.
મીઠાના પાણીથી ઘરમાં પોતા લગાવો
વાસ્તુ મુજબ, ઘરમાં સુખ-શાંતિ જાળવવાની સાથે સમૃદ્ધી માટે સુર્યોદય પહેલા પોતાના પાણીમાં મીઠુ નાખીને આખા ઘરમાં પોતુ મારી દો.
તુલસીને જળ ચઢાવો
સૂર્ય દેવને જળ અર્પણ કરવાની સાથે તુલસીના છોડને પણ જળ અર્પણ કરો. આ સાથે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તુલસીને જળ ચઢાવતી સમયે શ્રી હરિનો મંત્ર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ પણ કરવો જોઈએ.