આજના ઝડપી યુગમાં માણસ 40 વર્ષ ઉપર જાય એટલે બીમારીઓ થવાનું શરૂ થઈ જાય છે. તેની પાછળ મુખ્યતેવ કારણ છે ખોરાક અને બેઠાડુ જીવન. મોટા ભાગે લોકોને હાથ અને પગ દુખવાનું જોવા મળે છે. આ દુખાવાથી બચવા મોટા ભાગે લોકો દવાનો સહારો લે છે. પરંતુ આ દુખાવાને હંમેશા માટે બંધ કરવા માટે એક ઘરેલુ ઉપાય છે. આ ઘરેલુ ઉપાય એટલે યોગ. નિયમિત આ યોગ કરવાથી તમને હાથ અને પગના દુખાવામાંથી મુક્તિ મળશે.
1) નૌકાસન
શરીરને એક દમ રિલેક્સ કરી સુઈ જાવ. બંને હાથને ઉંચા કરી માથા પર લઈ જાવ. બંને પગને બેવડા વારી હાથના સહારે છાતી વારો ભાગ ઉંચો કરે. જેટલો બને એટલો છાતી વારો ભાગ ઉપર કરો. એક લાંબો અને ઊંડો શ્વાસ લો. પછી ધીમે ધીમે રિલેક્સ થાવને એક દમ શાંતિથી સુઈ જાવ.
- Advertisement -

2) પર્વતાસન
શરીરના પાછળના ભાગને સીધો કરો અને હથેળીઓને માથા પર રાખીને, હાથને ફોલ્ડ કરેલી સ્થિતિમાં રાખો. ઊંડો શ્વાસ લેતી વખતે, હાથ શરીર બને એટલું ટટ્ટાર કરો. બે મિનિટ સુધી આમ કર્યા બાદ હાથ નીચે લાવો. ધીમે ધીમે શ્વાસ છોડો અને રિલેક્સ થઈ જાવ.
- Advertisement -

3) શુભાસન
ઊંધા ફરીને પેટ પર સૂઈ જાઓ અને તમારા પગ એકબીજાથી દૂર રાખો. તમારી હથેળીઓ કપાળપર મૂકો. શરીરને એક દમ રિલેક્સ રાખો. બંને પગને એક સાથે જોડો અને હાથ વડે પગને પકડો. ધીમે ધીમે ઊંડો શ્વાસ લો અને હાથના સહારે પગને ઉંચા કરો. આ દરમિયાન ધ્યાન રાખો કે ઘૂંટણ વાંકા ન વળવા જોયે.

4) ભુજંગાસન
શરીરને ઊંધું કરીને પેટના સહારે સુઈ જાવ. ઊંડો શ્વાસ લો અને કમરને હાથ કે પગના સહારા વગર ઉંચી કરો.
જો કોઈને પેટ, છાતી કે કમરની બીમારી હોય તો આ આસાન ન કરવું. ધીમે ધીમે શ્વાસ છોડો અને કમરને નીચે લાવો. આ આસન રોજ ચારથી પાંચ વાર કરવું.




