ખાણી-પીણીના 14 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા અવારનવાર શહેરના ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં શહેરીજનોને સારૂં ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તપાસ હાથ ધરવામાં આવે છે પરંતુ છતાં પણ વેપારીઓ દ્વારા લોકોને હલકી ગુણવત્તા ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. મનપાની આરોગ્ય શાખા દ્વારા કેવડાવાડી મેઈન રોડ ગરબી ચોક પાસે આવેલ કૃષ્ણ વિજય ડેરી ફાર્મમાંથી અને મવડી મેઈન રોડ પર અક્ષર પ્લાસ્ટીકની સામે ઉદયનગર-1માં આવેલ જલારામ ઘી ડેપોમાંથી ગાયનું ઘીના નમૂના લીધેલ જેનું પરીક્ષણ કરતાં બંને નમૂના હલકી ગુણવત્તાના હોવાનું જાહેર થયું હતું.
- Advertisement -
આ ઉપરાંત વિશ્ર્વેશ્ર્વર મેઈન રોડ, ખીજળાવાળો રોડ મવડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 14 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી જેમાં ઠંડાપીણાં, મસાલા, બેકરી પ્રોડક્ટની તપાસ હાથ ધરીને ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લઈને લાયસન્સ અંગે સૂચના આપવામાં આવેલ છે.