હાથ અને પગના નખ વધે એટલે એને કાપવા પડે એ એક સામાન્ય વાત છે, પણ શું તમે જાણો છો કે નખ ક્યારે ના કાપવા જોઈએ તેને લઈને પણ એક માન્યતા પ્રવર્તે છે. જો તમે અમુક દિવસે નખ કાપો છો તો ઘરમાં દરિદ્રતા આવી શકે છે.
હાથ-પગના નખ વધવા એ એક સામાન્ય ઘટના છે. અને તેને કાપવા પણ જરૂરી હોય છે. પણ તમે પણ ઘરમાં ઘણીવાર વડીલોના મોઢે સાંભળ્યું હશે કે આ દિવસે નખ ના કપાય, આ સમયે નખ ના કપાય. તેની પાછળ તેમનો અનુભવ અને જ્યોતિષ વિજ્ઞાન હોય છે. કહેવાય છે કે ખોટ સમયે અને દિવસે નખ કાપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
- Advertisement -
આ 3 દિવસે ના કાપવા જોઈએ નખ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર હનુમાનજીની ભક્તિનો દિવસ છે જો આ દિવસે તમે નખ કાપો છો તો તમારું પરાક્રમ અને સાહસ ઓછું થઈ જે છે અને ભાઈ -બહેનો સાથે મનભેદ થાય છે. તેવી જ રીતે ગુરુવારનો દિવસ દેવ ગુરુનો મનાય છે આ દિવસે નખ કાપવાથી પેટને લગતી સમસ્યાઑ થાય છે અને સાથે જ અભ્યાસમાં અડચણ આવે છે અને જ્ઞાન ઓછું થાય છે. અને શનિવાર શનિદેવને સમર્પિત છે , આ દિવસે નખ કાપવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને તમારા કામ અટકવા લાગે છે.
આ સમયે ના કાપવા જોઈએ નખ
- Advertisement -
આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિએ રાતે પણ નખ કાપવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે આ સમય એવો હોય છે જ્યારે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે , આ સમય પૂજા-પાઠનો હોય છે એટલે આ સમયે ઘર્મઆ દિપક કરીને તેમનું સ્વાગત કરવું જોઈએ. જો તમે આ સમયે નખ કાપો છો તો તે નારાજ થઈને પાછા જતાં રહે છે અને ઘરની તમામ સુખ-સમૃદ્ધિ ઓછી થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
નખ કાપવાનો દિવસ અને સમય
તમે મંગળ, ગુરુ અને શનિ સિવાય કોઈ પણ દિવસે નખ કાપી શકો છો. પરંતુ નખ હંમેશા દિવસના સએ કાપવા. નાહ્યા પછી નખ થોડા મુલાયમ થઈ જે છે આથી આ સમયે તેને કાપવા સારા. નખ કાપીને તેને કચરાપેટીમાં નાખો અને ત્યારબાદ ફરી હાથ ધોવાનું ના ચૂકશો.