– કાલે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી સિતસિપાસ સામે ટક્કર: જે ખેલાડી જીતશે તે એટીપી રેન્કીંગમાં પ્રથમ ક્રમે પહોંચશે
સર્બિયાના ચોથા ક્રમાંકના ખેલાડી નોવાક જોકોવિચે નોન રેન્કીંગ અમેરિકી ખેલાડી ટૉમી પૉલને 7-5, 6-1, 6-2થી હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. હવે તેનો સામનો આવતીકાલે ત્રીજા ક્રમાંકના સ્ટેફાનોસ સિતસિપાસ સામે થશે. જોકોવિચ આ રીતે મેલબર્ન પાર્કમાં 10મી ચેમ્પિયનશિપ અને 22મું ગ્રાન્ડસ્લેમ ખીતાબ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. હાલ નડાલના પણ 22 ગ્રાન્ડ સ્લેમ ખીતાબ છે.
- Advertisement -
ઑસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચની આ સળંગ 27મી જીત છે જે 1968થી શરૂ થયેલા ઓપન યુગમાં સૌથી લાંબી છે. પાછલા વર્ષે તે વેક્સિન વિવાદને કારણે ટૂર્નામેન્ટ રમી શક્યો નહોતો. તેણે હજુ સુધી વેક્સિનેશન કરાવ્યું નથી પરંતુ આ વર્ષે પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. હવે તે કાલે સિતસિપાસ સામે હશે જેણે ત્રીજા સેટમાં બે સેટ ગુમાવ્યા બાદ ગજબ વાપસી કરીને કારેન ખાચનોવને ચાર સેટ સુધી ચાલેલી મેચમાં હરાવીને પહેલીવાર મેલબર્ન પાર્કના ફાઈનલમાં જગ્યા બનાવી છે.
સિતસિપાસે આ મેચ અંતમાં 7-6(2), 6-4, 6-7 (6), 6-3થી જીતી હતી. ફાઈનલમાં જે ખેલાડી વિજેતા બનશે તે એટીપી રેન્કીંગમાં પ્રથમ ક્રમે પહોંચી જશે. સિતસિપાસ આ પહેલાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ત્રણવાર સેમિફાઈનલથી આગળ વધી શક્યો નથી. તે પોતાના કરિયરમાં બીજીવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચ્યો છે.
બીજી બાજુ જોકોવિચે ક્યારેય પણ મેલબર્નમાં સેમિફાઈનલ કે ફાઈનલ મેચ ગુમાવી નથી જેમાં તેનો રેકોર્ડ પરફેક્ટ 19-0 છે અને તેના નવ ખિતાબ જ મેન્સ સિંગલ્સનો રેકોર્ડ છે. જો તે પોતાના સાત વિમ્બલ્ડન, ત્રણ અમેરિકી ઓપન અને બે ફ્રેન્ચ ઓપનમાં એક તો ઑસ્ટ્રેલિયન ઓપન ખીતાબ જોડી દે તો તે સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતવાના રાફેલ નડાલના રેકોર્ડની બરાબરી કરી લેશે.
- Advertisement -